ગુજરાત

ગુજરાત: નકલી ઇડી ઓફિસર બની કરોડો રૂપિયાની ઠગાઇ કરનારો ઝડપાયો

  • મકાન માલિકના ક્લાયઇન્ટ પાસેથી 1.50 પડાવીને ફરાર થઇ ગયો
  • ડૉ.રવિ રાવએ બંગલો ઓમવીંરસિંહને માસિક બે લાખમાં ભાડે આપ્યો
  • કોઇને જાણ કર્યા વગર જ બંગ્લો ખાલી કરીને જતો રહ્યો

ગુજરાતમાં નકલી ઇડી ઓફિસર બની કરોડો રૂપિયાની ઠગાઇ કરનારો ઝડપાયો છે. જેમાં ઈડીનો ડિરેક્ટર હોવાનું કહી દોઢ કરોડ ઠગી જનારો સુરતથી ઝડપાયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બનાવટી કાર્ડ બતાવી અનેકને ઠગ્યા છે. તેમાં સેટેલાઈટમાં માસિક બે લાખમાં ઘર ભાડે રાખી મકાનમાલિક સાથે ઠગાઈ કરેલી હતી.

આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓને રાહત થઇ, ટામેટાના ભાવ ઘટ્યા 

મકાન માલિકના ક્લાયઇન્ટ પાસેથી 1.50 પડાવીને ફરાર થઇ ગયો

સુરત ઠગાઇ આચર્યા બાદ હવે અમદાવાદમાં પણ ઠગાઇ આચરી હોવાનું કબુલ્યુ છે. સેટેલાઇટમાં ઇડીના ઓફિસર હોવાનું કહીને શખ્સે 3 હજાર કરોડના ટેન્ડર પાસ કરાવી આપશે કહીને મકાન માલિકના ક્લાયઇન્ટ પાસેથી 1.50 પડાવીને ફરાર થઇ ગયો હતો. જો કે, એટીએસની ટીમે સુરતમાંથી આરોપીને ઝડપી પાડીને સેટેલાઇટ પોલીસને સોંપ્યો છે. આરોપીએ ઇડીના નામે અનેક જગ્યાએ ઠગાઇ આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાત: ફાયર અધિકારીએ એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરતા ભરાયા 

ડૉ.રવિ રાવએ તેમનો બંગલો ઓમવીંરસિંહને માસિક બે લાખમાં ભાડે આપ્યો

સેટેલાઇટમાં આવેલ નવગ્રહ મંડળના માલિક ડૉ.રવિ રાવએ તેમનો બંગલો ઓમવીંરસિંહને માસિક બે લાખમાં ભાડે આપ્યો હતો. ઓમવીંરસિંહે બંગ્લામાં પૂજા રાખી હતી ત્યારે ડૉ.રવિ રાવને તેણે ઇડીનું વિઝીટ કાર્ડ આપીને કંઇ કામ હોય તો કહેજો. જેથી ડૉ.રવિ રાવે ઓમવીંરસીંહને કહ્યુ કે, મારા ક્લાયન્ટ પ્રદિપ ઝાને સરકારી ટેન્ડર મેળવુ છે તો તમે મદદ કરશો. જેથી ટેન્ડરની તમામ વિગતો મેળવીને ઓમવીંરસિંગે કહ્યુ કે, 3 હજાર કરોડના ટેન્ડરમાં 1.50 કરોડ કમિશન આપવુ પડશે તેમ કહીને પેમેન્ટ એડવાન્સમાં લીધુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં ધોરણ 6થી10માં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ વધ્યો 

કોઇને જાણ કર્યા વગર જ બંગ્લો ખાલી કરીને જતો રહ્યો

બાદમાં તે કોઇને જાણ કર્યા વગર જ બંગ્લો ખાલી કરીને જતો રહ્યો હતો. જેથી ડૉ. રવિની ઓફિસમાં કામ કરતા ઝરણાબેને સેટેલાઇટમાં ઓમવીંરસિંહ વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, આ ઓમવીંરસિંહ ઇડી સહિતની એજન્સીઓની તેને ટ્રેસ કરી રહી હતી. એટીએસની ટીમે ઓમવીંરસિંહને ટ્રેસ કરીને સુરતમાંથી પકડીને સેટેલાઇટ પોલીસને સોંપ્યો હતો.

Back to top button