ગુજરાત

ગુજરાત: ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આલ્કોહોલયુક્ત પીણા બનાવતી ફેક્ટરીનો થયો પર્દાફાશ

Text To Speech
  • ત્રણ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
  • કાલ મેધાસવ નામના આલોકહોલયુક્ત પીણા બનાવતી ફેક્ટરી ઝડપાઇ
  • ખંભાળિયા પોલીસે દરોડો પાડીને રૂ. 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આલ્કોહોલયુક્ત પીણા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. જેમાં ચાંગોદર પાસેની ઔદ્યોગિક વસાહતમાંથી આલ્કોહોલયુક્ત પીણા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. તેમાં કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ખંભાળિયા પોલીસે દરોડો પાડીને રૂ. 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેની જાણ થતાં ખંભાળીયા પોલીસને જાણ થતાં રેડ કરી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ અરવિંદ કેજરીવાલને ફટકો પડયો 

કાલ મેધાસવ નામના આલોકહોલયુક્ત પીણા બનાવતી ફેક્ટરી ઝડપાઇ

સાણંદ તાલુકાનાં ઔદ્યોગિક વિસ્તાર એવા ચાંગોદર ખાતે કાલ મેધાસવ નામના આલોકહોલયુક્ત પીણા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. જેની જાણ થતાં ખંભાળીયા પોલીસને જાણ થતાં રેડ કરી હતી જેમાં નશાયુક્ત પીણાંની 7277 બોટલ, તૈયાર મિશ્રણ 1000 લિટર તેમજ ઈથાઈલ કેમીકલ 840 લીટર અને એક ટ્રક મળી પોલીસે કુલ રૂા.21.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં લાકડાની આડમાં ડ્રગ્સની તસ્કરીનો ભાંડાફોડ થયો 

ત્રણ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી

સમગ્ર મામલો એવી રીતે પ્રકાશમાં આવ્યો હતો કે તા.26 જુલાઈનાં રોજ દ્વારકા પોલીસ પેટ્રોલિંગ હતી, ત્યારે એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા તેની અંદરથી કાલ મેધાસવ નામની દવાની 4000 બોટલો ભરેલ હતી. જેનાં બીલ અંગેની તપાસ કરતાં તે શંકાસ્પદ જણાતા દવા તથા ટ્રક કબજો કરી પોલીસે સઘન પુછપરછ હાથ ધરી હતી. જેમાં ભરત નકુમ, ચિરાગ થોભાણી, રમેશ ખાગરીયા વિગરેની પુછપરછ દરમ્યાન ચાંગોદર વિસ્તારમાં ફેક્ટરીમાં આ આલ્કોહોલ યુક્ત પીણુ તૈયાર કરતા હોવાની હકીકત સામે આવતાં ખંભાળીયા પોલીસે ચાંગોદર ખાતેની આ ફેક્ટરીમાં રેડ કરીને રૂા.21,12,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button