ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: દંપતીએ લંડનમાં નોકરીની લાલચે રૂ. 11.25 લાખ ગુમાવ્યા

Text To Speech
  • તમારી ફાઈલનું કામ શરૂ થઈ ગયું છે તેમ કહી વિવિધ રીતે રકમ પડાવી
  • એજન્ટ ત્રણ મહિનામાં લંડનના વિઝા અપાવી દેશે તેઓ વિશ્વાસ આપ્યો
  • પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

લંડનમાં નોકરીની લાલચ આપી નડિયાદના દંપતી સાથે 11.25 લાખની છેતરપિંડી થઇ છે. જેમાં નડિયાદના દંપતીને લંડનમાં સારી નોકરી અપાવવાની લાલચ આપી ત્રણ ઈસમોએ છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

એજન્ટ ત્રણ મહિનામાં લંડનના વિઝા અપાવી દેશે તેઓ વિશ્વાસ આપ્યો

નડિયાદ મંજીપુરામાં ચિરાગભાઈ કનુભાઈ પટેલ અને તેમની પત્નીને લંડનમાં જોબ કરવા ફાઇલ તૈયાર કરાવવા એજન્ટની શોધમાં હતા. દરમિયાન મંજીપુરા સંતરામ નગર સોસાયટીમાં રહેતા અને સાથે નોકરી કરતા લતાબેન મહેન્દ્રભાઈ જયસ્વાલે ઓળખીતા એજન્ટ ત્રણ મહિનામાં લંડનના વિઝા અપાવી દેશે તેઓ વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ લતાબેન, તેમનો દીકરો કશ્યપ તેમજ નીરવ પંડયા ત્રણેય ચિરાગભાઈ પટેલના ઘરેથી ફાઈલનું કામ શરૂ કરાવવા રૂ. 15 હજાર ખર્ચ પેટે રોકડા લઈ ગયા હતા. ત્યારબાદ તમારી ફાઈલનું કામ શરૂ થઈ ગયું છે, ફાઈલ તેમજ બીજા ચાર્જના રૂ.1,10,000 જ્યારે મેડિકલ કરવા માટે રૂ.10,000 આપવામાં આવ્યા હતા. તેમજ લતાબેને ચિરાગભાઈના ઘરે જઈ જણાવેલું કે, તમારા બંનેનું એડમિશન થઈ ગયું છે કહી રૂ.2 લાખ ત્યારબાદ રૂ.4 લાખ રોકડા તેમજ વિઝા માટે રૂ.૩ લાખ જ્યારે રૂ. 90 હજાર જુદા જુદા ચાર્જ પેટે લઈ ગયા હતા.

પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

આ લેભાગુ ત્રિપુટીએ ત્રણ મહિનામાં લંડન મોકલી આપવાનો વિશ્વાસ અપાવ્યા બાદ ફોન નહીં ઉપાડી સંતોષકારક જવાબ નહીં આપી લતાબેન જયસ્વાલ તેમના દીકરા તેમજ નિરવ પંડયાએ લંડનના વિઝા કે રૂ.11,25,000 પરત ન આપે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ચિરાગભાઈ કનુભાઈ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લત્તાબેન મહેન્દ્રભાઈ જયસ્વાલ, કશ્યપ મહેન્દ્રભાઈ તેમજ નિરવ નરેશભાઈ પંડયા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની જાણો શું છે સંભાવના

Back to top button