ગુજરાત: વેપારીને રૂ.1.20 કરોડની લોન મેળવવાની લાલચ ભારે પડી
- નડિયાદના વેપારીને મિત્રના ઓળખીતાઓ પર ભરોસો કરવો ભારે પડયો
- રૂ.30 લાખ નડિયાદના વેપારી પાસેથી ઉછીના લીધા હતા
- કૌશિક મેઘા, તેમની પત્નિ અને નાનાભાઈ વિરુદ્ધ ટાઉન પોલીસ મથકે ફરિયાદ
ગુજરાતના વેપારીને રૂ.1.20 કરોડની લોન મેળવવાની લાલચ ભારે પડી છે. જેમાં નડિયાદના વેપારીને 1.20 કરોડની લોન મંજૂર કરાવી દેવાની લાલચ આપી 30 લાખની છેતરપીંડિ કરાઇ છે. જેમાં રૂપિયા પરત માંગતા વપરાઈ ગયા હોવાનું કહી 10 વર્ષ વિત્યા બાદ પણ પરત કર્યા નથી. જેમાં નડિયાદના વેપારીને મિત્રના ઓળખીતાઓ પર ભરોસો કરવો ભારે પડયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં તહેવારો સમયે CM ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ માટે લીધો મોટો નિર્ણય
નડિયાદના વેપારીને મિત્રના ઓળખીતાઓ પર ભરોસો કરવો ભારે પડયો
વેપારીએ આ મામલે ટાઉન પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિત્રના ઓળખીતા મહેમદાવાદના ઈશમોને ભેંસોના તબેલાની લોન મંજુર થવાની હોઈ પણ બેંકમાં ડિપોઝીટ બતાવવા રુપિયાની જરૂર છે કહી 2013માં ત્રણ મહિનાના વાયદાથી 30 લાખ નડિયાદના વેપારી પાસેથી ઉછીના લીધા હતા. જો કે બાદમાં રુપિયા વપરાઈ ગયાનું કહી આપી દઈશું…ના વાયદા કરી 10 વર્ષ વિત્યા બાદ પણ રુપિયા પરત ન આપી વિશ્વાસઘાત કરતાં આખરે વેપારીએ આ મામલે ટાઉન પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી નકલી PMOના ઓફિસરનો પર્દાફાશ થયો
કૌશિક મેઘા, તેમની પત્નિ અને નાનાભાઈ વિરુદ્ધ ટાઉન પોલીસ મથકે ફરિયાદ
નડિયાદના પવનચક્કી રોડ યોગીદર્શન ટાઉનશીપમાં રહેતા અને ઈન્કમટેક્ષ કન્સ્લટન્ટની ઓફીસ ધરાવતા નૈષધભાઈ રસીકલાલ શાહને 2013માં તેમના મિત્ર વિપુલભાઈએ જણાવ્યું હતું કે તેમના સંબંધી કણજરીના હંસાબેનના સંબંધી કૌશિક કાંતિભાઈ મેઘા (રહે.મહેમદાવાદ, આસુતોષ સોસાયટી)ને ભેંસોના તબેલા માટે લોનલેવાની હોય, ડિપોઝીટ પેટે રુ.45 લાખની જરૂર છે. કૌશિક, તેમની પત્નિ ભારતી અને નાનો ભાઈ ત્રિભુવન મેઘાની લોન પાસે થયેલ છે.
આ પણ વાંચો: ગુજરાતના BPL રેશન કાર્ડ ધારકોને મળશે તહેવારમાં વધુ લાભ
ત્રણ મહિનામાં લોન પાસ થશે તેમ કહ્યું
ત્રણેયની 40-40 લાખની લોન પાસની પ્રોસેસ ચાલુ છે. ત્રણ મહિનામાં લોન પાસ થશે. પણ તે પહેલાં ત્રણેયના ખાતામાં 15-15 લાખની ડિપોઝીટ જમા કરાવવાની છે. જેથી નૈષધભાઈએ પોતાની પાસે 45 લાખ નહીં 30 લાખ વ્યવસ્થા કરી આપી હતી. જો કે ઈસમોએ વર્ષો વિત્યા બાદ પણ રુપિયા પરત ન કરતાં આખરે આ મામલે નૈષધભાઈએ કૌશિક મેઘા, તેમની પત્નિ અને નાનાભાઈ વિરુદ્ધ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.