ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ગામમાં 10 પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યું અને ભાંડો ફુટ્યો

Text To Speech
  • સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યું
  • કોરડા ગામે નકલી ડોક્ટરે ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી
  • SOGએ બાતમીના આધારે દરોડા પાડીને નકલી ડોક્ટરની ધરપકડ કરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યું હતું અને બીમાર વ્યક્તિને સારવાર પણ કરતો હતો. સમગ્ર ઘટનામાં SOGએ બાતમીના આધારે દરોડા પાડીને નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી. જ્યારે બોગસ ડોક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડોક્ટર સામે દત્તક આપવાના બહાને બાળકને વેચવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

કોરડા ગામે નકલી ડોક્ટરે ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી

સાંતલપુર તાલુકાના કોરડા ગામે નકલી ડોક્ટરે ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી અને ગામડાના ભોળા લોકોની સારવાર કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને SOGએ સુરેશ ઠાકોર નામના નકલી ડૉક્ટરની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો. જ્યારે આ બોગસ ડોક્ટરનું વધુ એક કારનામું સામે આવ્યું છે. જેમાં નીરવ મોદી નામના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, નકલી ડોક્ટર સુરેશ ઠાકોર પાસેથી તેને બાળક દત્તક લીધું હતું.

નીરવે 1.20 લાખ રૂપિયા નકલી ડોક્ટરને આપ્યા હતા

નીરવે 1.20 લાખ રૂપિયા નકલી ડોક્ટરને આપ્યા હતા. પરંતુ નકલી ડોક્ટરે નીરવને દત્તક લીધેલા બાળકના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા. બીજી તરફ, બાળક તંદુરસ્ત ન રહેતા તેને પરત કરવામાં આવ્યું હતું. પરંતુ નકલી ડોક્ટરે નીરવ પાસેથી લીધેલા રૂપિયા પાછા આપ્યા ન હતા. કોઈપણ પ્રકારની ડીગ્રી વગર ક્લિનિક ખોલીને બીમાર વ્યક્તિઓની સારવાર કરતાં નકલી ડોક્ટરની પોલીસે ધકપકડ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ, જાણો તાપમાન કેટલા ડિગ્રી પહોચ્યું

Back to top button