ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ડ્રગ્સ માટે વપરાતા લિક્વિડ ટ્રામાડોલના આરોપીઓની સંડોવણીમાં થયો મોટો ખુલાસો

  • રૂ.31.02 કરોડનું પ્રવાહી ટ્રામાડોલ જપ્ત કરી પંકજ અને નિખિલની ધરપકડ કરી
  • કસ્ટમે 11 દિવસ પહેલા મુંદ્રામાં શંકાસ્પદ કન્ટેનર ચેક કરી ટ્રામાડોલ ટેમબ્લેટનો જથ્થો ઝડપ્યો હતો
  • સરખેજનો હર્ષદ નશીલી દવા નિખિલ અને પંકજ પાસે તૈયાર કરાવી કેવલને આપતો

ડ્રગ્સ માટે વપરાતા લિક્વિડ ટ્રામાડોલના આરોપીઓની સંડોવણીમાં મોટો ખુલાસો થયો છે. જેમાં દહેજના લિક્વિડ ટ્રામાડોલના આરોપીઓની સંડોવણી 110 કરોડની ટેબ્લેટમાં પણ ખૂલી છે. કેવલ પાસેથી ડીનાકોર ફાર્માના આનંદ અને અંકિત માલ લેતા હતા. તેમજ સરખેજનો હર્ષદ નશીલી દવા નિખિલ અને પંકજ પાસે તૈયાર કરાવી કેવલને આપતો. કસ્ટમે 11 દિવસ પહેલા મુંદ્રામાં શંકાસ્પદ કન્ટેનર ચેક કરી ટ્રામાડોલ ટેમબ્લેટનો જથ્થો ઝડપ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ સુરત કોર્ટ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો

રો મટિરિયલ્સમાંથી ટેબ્લેટ તૈયાર કરાવી પેકિંગ કરેલો માલ આફ્રિકી દેશોમાં એક્સપોર્ટ કરતા

એટીએસ અને ભરૂચ એસઓજીએ દહેજની જોલવા જીઆઈડીસી ખાતેની એલાયન્સ ફાર્મામાંથી ઝડપેલા 31.02 કરોડના લિક્વિડ ટ્રામાડોલ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓની સંડોવણી આફ્રિકી દેશોમાં 110 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ ધકેલવાના કેસમાં ખૂલી છે. કસ્ટમે 11 દિવસ પહેલા મુંદ્રામાં શંકાસ્પદ કન્ટેનર ચેક કરી ટ્રામાડોલ ટેમબ્લેટનો જથ્થો ઝડપ્યો હતો. એટીએસની તપાસમાં થયેલા ખુલાસા મુજબ દહેજની જોલવા જીઆઈડીસીમાંથી તૈયાર થયેલું ટ્રામાડોલનું રો મટિરિયલ સરખેજનો હર્ષદ, કેવલ અને હર્ષિતને આપતો હતા. આ બંને છત્રાલ ખાતે રો મટિરિયલ્સમાંથી ટેબ્લેટ તૈયાર કરાવી પેકિંગ કરેલો માલ આફ્રિકી દેશોમાં એક્સપોર્ટ કરતા હતા.

રૂ.31.02 કરોડનું પ્રવાહી ટ્રામાડોલ જપ્ત કરી પંકજ અને નિખિલની ધરપકડ કરી

કસ્ટમના ડિપાર્ટમેન્ટે મુંદ્રા ખાતે બાતમીના આધારે ગત તા.28મી જુલાઈના શંકાસ્પદ કન્ટેનર ચેક કરી પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો 110 કરોડનો જથ્થો ઝડપ્યો હતો. આ ટેબ્લેટનો જથ્થો આફ્રિકી દેશો સિયેરા, લિઓન અને નાઈજર મોકલવાનો હતો. જો કે, આ કેસની તપાસ કરી રહેલી કસ્ટમની ટીમ આગળ વધે તે પહેલા એટીએસની ટીમે ભરૂચના દહેજ ખાતે આવેલી જોલવા જીઆઈડીસીમાં એલાયન્સ ફાર્મામાં રેડ કરી રૂ.31.02 કરોડનું પ્રવાહી ટ્રામાડોલ જપ્ત કરી પંકજ અને નિખિલની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરછમાં સરખેજની શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયા પાસેથી આરોપીઓ પ્રોસેસિંગ લેતા હતા. જે પ્રોસેસિંગમાંથી બંને આરોપી ટ્રામાડોલની એપીઆઈ (સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક) તૈયાર કરી હર્ષદને પરત આપતા હતા.

આરોપીઓ આફ્રિકી દેશોમાં ઉંચી કિંમતે સપ્લાય કરી કરોડો રૂપિયા કમાતા

હર્ષદ આ એપીઆઈ કેવલને મોકલતો હતો. ત્યારબાદ કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલ છત્રાલ ખાતે ફેક્ટરી ધરાવતા આનંદ પટેલ અને અંકિત પટેલને એપીઆઈ આપીને ટ્રામાડોલ ટેબ્લેટ તૈયાર કરી પેકેજિંગ કરવાનું કામ સોંપતા હતા. આ રીતે તૈયાર થયેલી ટેબ્લેટ આરોપીઓ આફ્રિકી દેશોમાં ઉંચી કિંમતે સપ્લાય કરી કરોડો રૂપિયા કમાતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા કરોડની ટેબ્લેટો એકસપોર્ટ કરી તેની વિગતો મેળવવા તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મામલે એટીએસએ તપાસ હાથ ધરી છે.

Back to top button