છેલ્લા ઘણાં સમયથી રાજ્ય સરકારના પોલીસ વિભાગના કર્મચારીઓના વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં તેમના ગ્રેડ પે મુદ્દા પર સરકારે એફિડેવિટ માંગી હતી. જેના સામે રાજ્ય સરકારે આખરે વિવાદને શાંત કરવા માટે સત્તાવાર નવો ઠરાવ જાહેર કર્યો છે. જેમાં કોઈ પણ પ્રકારની એફિડેવિટ ન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો, વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ જાહેર કર્યો છે. જેના કારણે પોલીસ બેડાને મોટી રાહત મળી શકે છે.
આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસના પૂર્વે ગુજરાત પોલીસને રાજ્ય સરકારની મોટી ભેટ, જાણો શું થશે લાભ ?
જીઆરમાં એફિડેવિટનો ઘણા પોલીસકર્મીઓ વિરોધ કરી રહ્યા હતા. જેથી રાજ્યના પોલીસકર્મીઓ માટે સરકારે મોટો નિર્ણય કરતાં એફિડેવિટ નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે.અગાઉ સરકારે જાહેર કરેલા ભથ્થા પર એફિડેવિટનો નિર્ણય કર્યો હતો. વિવાદ બાદ સરકારે સત્તાવાર રીતે નવો ઠરાવ જાહેર કર્યો છે.