ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: રખડતાં ઢોરથી યુવાનનું મોત થતા લેવાયો મોટો નિર્ણય

Text To Speech

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં રોજ રખડતા ઢોરથી લોકો ઘવાઇ રહ્યાં છે. તેમજ કેટલાક લોકો મૃત્યું પામ્યા છે. તેવામાં રસ્તા પર રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠના નિર્દેશ બાદ, એેએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સીએનસીડી ( કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ)એ હાઈકોર્ટમાં તેનો જવાબ રજૂ કર્યો છે. એએમસીએ તેના જવાબમાં કહ્યું છે કે, નરોડામાં રખડતા ઢોરના હુમલાના લીધે મૃત્યુ પામનાર યુવક ભાવિન પટેલના પરિવારજનોને વળતર પેટે રુ. બે લાખની ચુકવણી કરાશે. આ રકમ એએમસી તેના રિલીફ ફંડમાંથી ચુકવશે અને આ માટેની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે.

જાણો શું હતો બનાવ:

નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલની ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ માટે પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા, જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરે બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. જે બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMCના જવાબદાર અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: જો શનિવારે બેંકનું કામ પતાવતા હોય તો આ સમાચાર છે ખાસ

આ ઉપરાંત, એએમસીએ તેના જવાબમાં કહ્યું છે કે, સીએનસીડી દ્વારા 24 ઓગષ્ટથી 14 ઓક્ટોબર સુધીમાં રસ્તા પર રખડતા 238 ઢોરને પકડવામાં આવેલા છે. આ કામ માટે સ્માર્ટ સિટી કન્ટ્રોલ રુમની મદદ લેવાઈ રહી છે. જેના લીધે, રસ્તા પર રખડતા ઢોરના 3004 ફોટા કે ઈમેજ મળ્યા છે અને તેની મદદથી સીએનસીડી વધુ ઝડપથી કામ કરી શકે છે. પકડાયેલા રખડતા ઢોરને વિવિધ પાંજરાપોળમાં મોકલાય છે, જેથી એએમસીના કેટલ પાઉન્ડ પરનુ ભારણ ઘટી શકે. આ ઉપરાંત, બે કામચલાઉ કેટલ શેડનુ નિર્માણ કામ એડવાન્સ સ્ટેજમાં છે. આ ઉપરાંત, રાજ્ય અને અમદાવાદ શહેરના વિસ્તારમાં પ્રાણીઓમાં ફેલાયેલો લમ્પી વાઈરસ અંકુશ હેઠળ છે. આ કેસની વધુ સુનાવણી 17 ઓક્ટોબરે હાથ ધરાશે.

Back to top button