ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: અકસ્માતના વિવિધ ત્રણ બનાવમાં 9નાં મૃત્યુ, 12 લોકોને ગંભીર ઈજા થઇ

  • સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત
  • પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે રાહદારીઓ ઉપર ચડાવી દેતા ત્રણના મોત
  • પીપળી તરફ જતી ટ્રક મારુતિ સુઝુકી આર્ટિગા સાથે અથડાતા અકસ્માત

ગુજરાતમાં અકસ્માતના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં વિવિધ ત્રણ અકસ્માતના બનાવમાં 9 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 12 લોકોને ગંભીર ઈજા થઇ છે. તેમાં માઢિયા પાસે પદયાત્રિકો પર ટ્રક ચડી જતા 3નાં મોત થયા હતા. તેમજ ભોળાદ ગામના પાટિયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4નાં મોત થયા હતા. તેમજ વટામણ બાજુથી પીપળી તરફ જતી ટ્રક મારુતિ સુઝુકી આર્ટિગા વચ્ચે અકસ્માત થયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી 

પીપળી તરફ જતી ટ્રક મારુતિ સુઝુકી આર્ટિગા સાથે અથડાતા અકસ્માત

રાજ્યમાં અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવમાં 9 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 12 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. વટામણ ભાવનગર હાઈવે પર ધોળકા તાલુકાના ભોળાદ ગામના પાટીયા નજીક વટામણ બાજુથી પીપળી તરફ જતી ટ્રક મારુતિ સુઝુકી આર્ટિગા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે કારચાલકોમાં ત્રણના મોત નીપજ્યા હતા. તેમજ સારવાર મળે તે પહેલા એક ચાર વર્ષના બાળકનું પણ મોત નીપજતા મૃતકાંક 4 થયો હતો. અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: પંપ પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલમાં મળ્યુ પાણી, વાહનો બંધ થતા હોબાળો થયો 

પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે રાહદારીઓ ઉપર ચડાવી દેતા ત્રણના મોત

ખેડા પંથકના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી 40 લોકોનો સંઘ પગપાળા નીકળ્યો હતો, ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી રહેલા સંઘે ગણેશગઢ ગામ નજીક મોમાઈ માતાજીના મંદિરે રાત્રિ રોકાણ કર્યુ હતું. દરમિયાનમાં વહેલી સવારે ત્રણેક વાગ્યે ગણેશગઢથી ખોડિયાર મંદિર જવા રવાના થયા હતા. સંઘ પોલીસ સ્ટેશનથી માઢીયા ગામ જવાના રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રક રાહદારીઓ ઉપર ચડાવી દેતા ત્રણના મોત થયા હતા. જ્યારે 6 પદયાત્રીને ઈજા થઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત: લગ્ન વાચ્છુક યુવાનો સાવધાન, લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હન દાગીના લઇ ફરાર 

સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત

રાજસ્થાનના ટ્રેલર ચાલક શેરસિંહ ગુમાનસિંહ રાવત અને કલીનર બનવારીલાલ ટ્રેલરમાં ટાઈલ્સ લઈને રવિવારે સવારે મોરબીથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે દસાડા પાસે સામેથી આવતા મુળી તાલુકાના ડમ્પર ચાલક પરાક્રમસિંહ ગુલાબસિંહ પરમારે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બન્ને વાહનોમાં આગ લાગી હતી, જેમાં સળગી જતાં બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે.

Back to top button