ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: મહેસાણામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો 8 પાસ નકલી ડોક્ટર ઝડપાયો

  • મહેશ પટેલે તેના ભાઈના મોત બાદ પોતે જ પ્રેક્ટિસ ચાલુ કરી
  • ડીગ્રી વગરનો ડોકટર અને કમ્પાઉન્ડર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા
  • નકલી ડોક્ટર છેલ્લા 3 વર્ષથી દવાખાનું ચલાવતો હતો

ગુજરાતના મહેસાણામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો 8 પાસ નકલી ડોક્ટર ઝડપાયો છે. જેમાં એસઓજીએ આદુન્દ્રામાંથી 8 પાસ ડમી ડૉકટર અને કમ્પાઉન્ડરને ઝડપી પાડયા છે. ઝડપાયેલ બન્ને શખ્સો વિરુદ્ધ કડી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો કેમ ઘટ્યુ તાપમાન 

છેલ્લા 3 વર્ષથી દવાખાનું ચલાવતો હતો

પોતાના ડોકટર ભાઈના નિધન બાદ છેલ્લા 3 વર્ષથી દવાખાનું ચલાવતો હતો. મહેસાણા SOGની ટીમે કડીના લક્ષ્મીપુર આદુન્દ્રા ખાતે બાતમી આધારે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડમી ડોકટરને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ સાથે દરોડા પાડયા હતા. જ્યાં એસટી તંત્રમાંથી નિવૃત થયેલ 8 પાસ આધેડ અને તેનો કમ્પાઉન્ડર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ઝડપાઇ આવ્યા હતા. રેડ દરમિયાન દવાખાનામાં ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરવા વપરાતા એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનો જથ્થો મળી આવતા કબ્જે કરાયો હતો. ઝડપાયેલ બન્ને શખ્સો વિરુદ્ધ કડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખાનગી દવાખાનામાં ડીગ્રી વગરનો ડોકટર અને કમ્પાઉન્ડર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા

મહેસાણા SOGની ટીમે પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળેલ સૂચના અનુસંધાને કડીના લક્ષ્મીપુર આદુન્દ્રા ગામે ચાલતા એક ખાનગી દવાખાનામાં ડીગ્રી વગરનો ડોકટર અને કમ્પાઉન્ડર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી દર્દીઓને આરોગ્ય સાથે ચેડા કરતા હોવા અંગે કાર્યવાહી કરવા સ્થાનિક આરોગ્ય અધિકારીઓની ટીમ સાથે રેડ પાડી હતી. જે રેડ દરમિયાન 10 બાય 15ની ઓરડીમાં મહેશભાઈ પટેલના નામનું બોર્ડ લગાવી કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો એક ડમી ડોકટર મહેશભાઈ હિંમતભાઈ પટેલ ઉ.વ.61 અને કમ્પાઉન્ડર ભીખાભાઇ ગાંડાભાઈ ભવાયા નામના બે શખ્સો ઝડપાઇ આવ્યા હતા. જેઓની પૂછતાજ તપાસ કરતા તે બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે આરોગ્ય લક્ષી પ્રેક્ટિસ કરી એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનોનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દ્વારા તે બન્ને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

મહેશ પટેલે તેના ભાઈના મોત બાદ પોતે જ પ્રેક્ટિસ ચાલુ કરી

પોલીસે દવાખાનામાંથી આરોગ્ય અધિકારીઓને સાથે રાખી જે ડીગ્રી વગર ન ઉપયોગ થઈ શકે તેવા 10 જુદા જુદા પ્રકારની એલોપથી દવાઓ અને ઇન્જેક્શનોનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે સ્થાનિક સરકારી તબીબ દ્વારા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશ્નર એક્ટ 30 અન્ય કલમો હેઠળ બન્ને શખ્સો વિરુદ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મુન્નાભાઈ MBBS મની જેમ વગર ડિગ્રી ડોકટર બની દવાખાનું ધપધપાવતા મહેશ પટેલે તેના ભાઈના મોત બાદ પોતે જ પ્રેક્ટિસ ચાલુ કરી સ્થાનિક અને આસપાસના ગામના કેટલાય લોકોની સારવાર કરવાનું શરૂ કર્યું હતું.

Back to top button