ગુજરાત: નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપમાં 5,097 વિદ્યાર્થીનો સમાવેશ, આ શહેરના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા

- ટોપર્સ વિદ્યાર્થીઓમાં સુરત સૌથી મોખરે અને બીજા ક્રમે બનાસકાઠા જિલ્લો રહ્યો
- સુરતના જનરલ કેટેગરીમાં કુલ 350 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે
- અમદાવાદ શહેરનાં 287 વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં આવ્યાં
ગુજરાતમાં નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપમાં 5,097 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. જેમાં અમદાવાદ શહેરના જનરલમાં 287 વિદ્યાર્થી છે તેમાં કટઓફ 96 માર્કસે અટક્યું છે. તેમજ જનરલ કેટેગરીમાં સુરતના 350 વિદ્યાર્થી, કટઓફ 116, બનાસકાંઠાના 236 વિદ્યાર્થી કટઓફ 119 છે. તથા મેરીટ લીસ્ટ મુજબ ટોપર્સ વિદ્યાર્થીઓમાં સુરત સૌથી મોખરે અને બીજા ક્રમે બનાસકાઠા જિલ્લો રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત, જાણો કયા છે વરસાદની આગાહી
સુરતના જનરલ કેટેગરીમાં કુલ 350 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ (NMMS)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કુલ 5,097 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ મેરીટ લીસ્ટ મુજબ ટોપર્સ વિદ્યાર્થીઓમાં સુરત સૌથી મોખરે અને બીજા ક્રમે બનાસકાઠા જિલ્લો રહ્યો છે. સુરતના જનરલ કેટેગરીમાં કુલ 350 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે, જેનું કટઓફ 116 માર્કસ રહ્યું છે. બનાસકાંઠાનાં 236 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે, જેનું કટઓફ 119 માર્કસ રહ્યું છે. અમદાવાદ શહેરનાં 287 વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં આવ્યાં છે, જેનું કટઓફ 96 માર્કેસ અટક્યું છે.
મેરીટસ્કોલરશીપ પરીક્ષામાં રાજ્યના 2.26 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ મેરીટસ્કોલરશીપ પરીક્ષામાં રાજ્યના 2.26 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 14,728 શાળાઓના 68,211 વિદ્યાર્થીઓ 40 ટકા કરતા વધુ એટલે કે 72 ગુણ કરતા વધુ ગુણ મેળવવામાં સફ્ળ રહ્યા છે. ક્વૉલિફઈંગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી પૈકી નિયત ક્વૉટા અનુસાર મેરીટમાં આવેલા 5,097 વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોવાથી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યં હતું.
નિયત કરેલા ક્વોટા અનુસાર સુરતના સૌથી વધુ 451 વિદ્યાર્થી
નિયત કરેલા ક્વોટા અનુસાર સુરતના સૌથી વધુ 451 વિદ્યાર્થી, અમદાવાદ શહેરમાં 372, અમદાવાદ ગ્રામ્યમાં 159 અને ગાંધીનગરમાં 136 વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ જનરલ કેટેગરીમાં 3,933 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. જનરલ કેટેગરીમાં સુરત, બનાસકાંઠા, ભાવનગર અને મહેસાણાનું કટ ઓફ્ 119 ગુણનું રહ્યું હતું. જે રાજ્યમાં સૌથી ઉંચુ હતું. આમ, આ જિલ્લાના વિદ્યાર્થીઓ વધુ હોંશિયાર હોવાનું પરિણામ પરથી જાણવા મળે છે. જ્યારે અમદાવાદ શહેરનું જનરલ કેટેગરીનું કટ ઓફ્ 96 ગુણ, અમદાવાદ ગ્રામ્યનું 104 ગુણ અને ગાંધીનગરનું 102 ગુણ રહેવા પામ્યું હતું.