ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ખેડાની 5 પાલિકાની 136 બેઠકો માટે 503 ઉમેદવારોના નામાંકન

  • સામાન્ય ચૂંટણી તા. 16મી ફેબુ્આરીએ યોજાવાની છે
  • કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની કુલ 50 બેઠકો માટે 53 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા
  • પાંચ પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 164 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓ અને બે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો. ત્યારે શુક્રવારના દિવસ સુધી 5 નગરપાલિકાની 136 બેઠકો માટે અત્યાર સુધી 252 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ત્યારે પાંચે નગરપાલિકાની ચૂંટણી માટે હાલ 164 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

50 બેઠકો માટે 53 ઉમેદવારોએ નામાંકનપત્રો ભરી દીધા

કઠલાલ અને કપડવંજની તાલુકા પંચાયતની કુલ 50 બેઠકો માટે 53 ઉમેદવારોએ નામાંકનપત્રો ભરી દીધા છે. ખેડા જિલ્લામાં પાંચ પાલિકાની ચૂંટણી સંદર્ભે અત્યાર સુધીમાં ડાકોરમાં 120, ચકલાસીમાં 115, મહેમદાવાદમાં 85, મહુધામાં 54 અને ખેડામાં 129 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાની માહિતી મળી છે. આમ જિલ્લામાં પાલિકાની ચૂંટણીઓ માટે 503 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

સામાન્ય ચૂંટણી તા. 16મી ફેબુ્આરીએ યોજાવાની છે

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તા. 16મી ફેબુ્આરીએ યોજાવાની છે. ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ ૩૧ જાન્યુઆરીને શુક્રવાર સુધી મહેમદાવાદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 48 ફોર્મ ભરાયા છે. જ્યારે ડાકોર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 61 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ચકલાસી નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 55 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો મહુધાના 6 વોર્ડની 24 બેઠકો માટે 13 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા છે. ખેડા નગરપાલિકાના 7 વોર્ડ માટેની 24 બેઠકો પર સૌથી વધુ 75 ઉમેદવારોએ દાવેદારી કરી છે. આમ, 5 પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 136 બેઠકો માટે 252 ઉમેદવારોએ શુક્રવાર સુધી ફોર્મ જમા કરાવી ચૂક્યા છે.

પાંચ પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 164 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ભારતીય જનતા પાર્ટીએ ખેડા, મહેમદાવાદ, ચકલાસી નગરપાલિકાઓની ચૂંટણી માટે મેન્ડેટ જાહેર કર્યા છે. જેમાં અત્યાર સુધી ખેડા નગરપાલિકામાં ભાજપના 26, ચકલાસીમાં 24, મહેમદાવાદમાં 19 દાવેદારોએ ફોર્મ ભરી દીધા છે. જ્યારે ખેડા નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી 5 ઉમેદવારોએ દાવેદારી કરી છે. આ સિવાય પાંચ પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 164 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMC પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ ‘અનફીટ’

Back to top button