- ગાંધીધામમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના
- અંતરજાળ પાસે આવેલા તળાવમાં આ દુર્ઘટના ઘટી
- 5 લોકો ડૂબ્યા જેમાંથી 3 યુવાનોનું મોત થયા 2 સારવાર હેઠળ
ગુજરાતમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની છે. જેમાં ગાંધીધામમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટનામાં યુવાનો ડૂબ્યા હતા. જેમાં 3ના મોત થયા છે. તેમજ 2 યુવાનો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: ગુજરાત: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી
5 લોકો ડૂબ્યા જેમાંથી 3 યુવાનોનું મોત થયા 2 સારવાર હેઠળ
ગણપતિ મહોત્સવના દિવસોમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ વિવિધ વિસ્તારોમાં થઇ રહી છે. જેમાં રાજ્યના વિવિધ ભાગોમાં લોકો દ્વારા શ્રીજીને વિસર્જન કરી વિદાય અપાઈ રહી છે. ત્યારે કચ્છના ગાંધીધામ નજીક અંતરજાળ પાસે એક ગોઝારી દુર્ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં આવેલા તળાવમાં ગણપતિ વિસર્જન દરમિયાન 5 લોકો ડૂબ્યા હતા. જેમાંથી 3 યુવાનોનું મોત થયુ છે અને 2 સારવાર હેઠળ છે.
અંતરજાળ પાસે આવેલા તળાવમાં આ દુર્ઘટના ઘટી
અંતરજાળ પાસે આવેલા તળાવમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ગણપતિજીની મૂર્તિ પધરાવવા યુવકો ગયા હતા. પરંતુ તેમાંથી 5 લોકો ડૂબી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ અને પોલીસ વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. કામગીરીમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ, આદિપુર પોલીસ સ્ટાફ અને 108ની ટીમ ઘટનાસ્થળે સામેલ થયા હતા. જે બાદ તમામ ડૂબેલા લોકોને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આ 5 યુવાનોને રામબાગ હોસ્પિટલે લઈ જવાયા હતા. જો કે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 5માંથી 3 યુવાનોનું વધુ પ્રમાણમાં પાણી પી જવાના કારણે અને ગૂંગળામણના લીધે મોત નિપજ્યું છે.