ગુજરાત

ગુજરાત: બાળકીઓને મોબાઇલ ફોનમાં બિભત્સ કલીપ બતાવી છેડતી કરનારને 5 વર્ષની સજા

  • પૌત્રીની ઉંમરની બાળકીઓને મોબાઇલ ફોનમાં બિભત્સ કલીપ બતાવતો
  • આધેડ અશોક રાણાએ બાળકીને હોઠ ઉપર ચુંબન કરીને છેડતી કરી હતી
  • આ બાબતે જાણ કરતાં વાલીએ સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી

સુરતમાં પોતાની પૌત્રીની ઉંમર ધરાવતી બે માસુમ બાળકીઓને ઉધના વિસ્તારના આધેડ વયસ્કે મોબાઇલ ફોનમાં બિભત્સ વીડિયો બતાવીને નિર્લેજ કાર્ય કર્યુ હતુ, તેમજ બે પૈકીની એક બાળકીને ખોળામાં બેસાડીને ચુંબન કરીને શારિરીક છેડતી કરી હતી. આ ગુનામાં પકડાયેલા આધેડ વોચમેનને ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટે પાંચ વર્ષની કેદ અને પાંચ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: 5 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન

છ વર્ષની બાળકીને પોતાના ખોળામાં બેસાડીને ચુંબન કરીને છેડતી કરી

કેસ અંગેની વિગત મુજબ ગત તા.૩૦ ડિસેમ્બર 2020 ના રોજ ઉધના વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં પરિવારની બે માસુમ બાળકીઓ ઘર પાસે મહોલ્લામાં રમતી હતી, એ સમયે પસાર થતાં એક આધેડ વયસ્કે મસ્જીદના ઓટલા ઉપર બેસીને બે માસુમ બાળકીઓને નજીક બોલાવી હતી. અને ખીસ્સામાંથી મોબાઇલ ફોન કાઢીને બાળકીઓને ફોનમાં બિભત્સ વીડિયો કલીપીંગ બતાવી હતી. બે પૈકીના છ વર્ષની બાળકીને પોતાના ખોળામાં બેસાડીને ચુંબન કરીને છેડતી કરી હતી.

આ પણ વાંચો: કારમાં મુસાફરી દરમિયાન સીટબેલ્ટ ના બાંઘતા લોકો માટે ચેતવણી રૂપ સમાચાર 

આ બાબતે જાણ કરતાં વાલીએ સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી

આ બનાવ બાદ ઘરે જઇને બાળકીએ પોતાના વાલીને આ બાબતે જાણ કરતાં વાલીએ સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતાં વોચમેન તરીકે કામ કરતાં અશોક શિવલાલ રાણા રહે, પટેલનગર, ઉધના હોવાની હકીકત બહાર આવી હતી, એ પછી બાળકીના વાલીએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અશોક રાણાની વિરુદ્ધ છેડતી આને પોકસો એક્ટ અન્વયે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી . એ પછી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

આ પણ વાંચો: ભારતની G20 અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા 

કોર્ટે પાંચ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ કરવાનો હુકમ કર્યો

આ કેસ ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપી અશોક રાણાએ પોતાની પૌત્રીની ઉંમરની માસુમ બાળકીને અશ્લીલ વીડિયો પોતે જોઇ તેમજ કુમળા માનસ ધરાવતી બાળકીને બતાવીને તેણીને હોઠ ઉપર કીસ કરી ખુબ જ ધૃણાસ્પદ અને નૈતિક મુલ્યનું અધપતન કરતું કૃત્ય આચર્યુ છે. આ પ્રકારનું નિર્લજ કૃત્ય કરનારને કોઇ દયા આપી શકાય નહી, અને મહત્તમ સજા કરવી જોઇએ. ફાસ્ટ ટ્રેક કોર્ટના જ્જ કિશોર એસ. હિરપુરાએ દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી અશોક શિવલાલ રાણાને કસુરવાર ઠેરવીને સમાજમાં દાખલારૂપ પાંચ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ કરવાનો હુકમ કર્યો હતો.

Back to top button