ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: કોર્પોરેશનની આ બિલ્ડિંગમાં 3 તકતીઓ લાગી, કારણ છે રસપ્રદ

ગાંધીનગર કોર્પોરેશનની નવી કચેરીમાં ખાતમૂહુર્ત, લોકાર્પણ અને કાર્યરત ત્રણેય પ્રસંગની તકતીઓ લગાવવામાં આવી છે. જેમાં એક જ બિલ્ડિંગમાં ત્રણ-ત્રણ તકતીઓને જોઈ મુલાકાતીઓને પણ રમૂજ થઇ છે. તેમાં 2018માં ખાતમુહુર્ત, 2021માં ઈ-લોકાર્પણ અને 2022માં કચેરી કાયદેસર કાર્યરત થઈ છે. તેથી સે-17માં ગાંધીનગર કોર્પોરેશનનું નવું બિલ્ડીંગ શરૂથી જ ચર્ચામાં છે.

આ પણ વાંચો: DGVCL આ શહેરમાં સ્માર્ટ વીજમીટર લગાવશે, મોબાઈલની જેમ પ્રિપેઈડ રિચાર્જ થશે

તમામ માહિતી દર્શાવતી ત્રણ-ત્રણ તકતીઓ લાગેલી

ગાંધીનગર કોર્પોરેશનના નવા પંડિત દિનદયાળ ઉપાધ્યાય બિલ્ડિંગના ખાતમૂહૂર્તથી લઈને લોકાર્પણ અને ત્યાં કાયદેસર ત્યાં બેસવાનું નવી હાલની ચૂંટાયેલી બોડીએ બેસવાનું શરૂ કર્યું તે તમામ માહિતી દર્શાવતી ત્રણ-ત્રણ તકતીઓ લાગેલી જોવા મળે છે. રાજ્યમાં કદાચ આ પહેલું બિલ્ડિંગ એવું હશે જ્યાં આ પ્રકારે ત્રણ-ત્રણ તકતીઓ લાગેલી હશે.

આ પણ વાંચો: ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર

આ બિલ્ડિંગનું ખાતમુહુર્ત ગત 27 ઓગષ્ટ 2018માં થયુ હતુ

સે-17માં ગાંધીનગર કોર્પોરેશનનું નવું બિલ્ડીંગ શરૂથી જ ચર્ચામાં છે. અને હવે અહીં આવનાર મુલાકાતીઓ પણ ત્રણ-ત્રણ તકતીઓ જોઈને રમૂજ પામે છે. કોર્પોરેશનનું આ બિલ્ડિંગ ઐતિહાસિક ગણાશે. આ બિલ્ડીંગનું ખાતમુહુર્ત ગત 27 ઓગષ્ટ 2018માં પૂર્વ ડે. મેયર દેવેન્દ્રસિંહ ચાવડા તથા સ્થાયી સમિતીના પૂર્વ ચેરમેન મનુભાઈ પટેલની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. તેની તકતી લાગેલી છે. તો આ જ બિલ્ડીંગનું ગત 19 માર્ચ 2021માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું, એ સમયના પૂર્વ મેયર રીટાબેન પટેલ તથા પૂર્વ કમિશનર ડો. રતનકંવર એચ.ગઢવીચારણના નામનો ઉલ્લેખ આ તકતીમાં છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરના RTOને વર્ષ 2022માં રૂ.303 કરોડની આવક થઈ

આ બિલ્ડીંગ પ્રવેશીએ તો ત્રણ-ત્રણ તકતીઓ મુલાકાતીઓને જોવા મળશે

ગત માર્ચ 2021માં લોકાર્પણ થયેલું બિલ્ડિંગ બેસવાને લાયક છેક એક વર્ષે બન્યુ છે. અને એ વખતે પૂર્વ મ્યુનિ કમિશનર ડો. ધવલ પટેલે આ નવા બિલ્ડિંગમાં બેસવાની પહેલ કરી ત્યારે છેક જઈને બિલ્ડિંગનો ઉપયોગ શક્ય બન્યો હતો. આ કચેરી ગત વિજયા દશમી 5 ઓક્ટોબર 2022ના રોજ કાર્યરત થઈ એની મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ તથા સ્ટેન્ડિંગ ચેરમેન જશવંત પટેલના નામ દર્શાવતી તકતી પણ અહીં મૂકવામાં આવી છે. એટલેકે આ બિલ્ડિંગ પ્રવેશીએ તો ત્રણ-ત્રણ તકતીઓ મુલાકાતીઓને જોવા મળશે.

Back to top button