ગુજરાત: સુરત શહેરમાં એક જ પરિવારના 3 લોકોએ આપઘાત કર્યો
- સુરતમાં આવી સામુહિક આપઘાત કરતા ચકચાર મચી
- પરિવાર સુરતમાં કાકાની અંતિમવિધિ માટે આવ્યો હતો
- ભરૂચ પરત ફરતા નહેરમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
ગુજરાતના સુરત શહેરમાં એક જ પરિવારના 3 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં અઢી વર્ષના માસુમ સાથે એક જ પરિવારના 3 લોકોએ જીવન લીલા સંકેલી લીધી છે. તેમાં ભરૂચના પરિવારે સુરતમાં આવી સામુહિક આપઘાત કરતા ચકચાર મચી છે. તેમાં મોહસીનનો મૃતદેહ ઓલપાડના સોંસક ગામેથી મળ્યો છે.
આ પણ વાંચો: કરુણતા: ગુજરાતના આ શહેરમાં ગ્રેચ્યુઈટીની રાહ જોતા બે નિવૃત્ત સફાઈ કામદારોનું અવસાન
પરિવાર સુરતમાં કાકાની અંતિમવિધિ માટે આવ્યો હતો
પરિવાર સુરતમાં કાકાની અંતિમવિધિ માટે આવ્યો હતો. જેમાં ભરૂચ પરત ફરતા નહેરમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. તેમાં મોહસીનનો મૃતદેહ ઓલપાડના સોંસક ગામેથી મળ્યો છે. તેમજ માતા-પુત્રના મૃતદેહ જહાંગીરપુરા નહેરમાંથી મળી આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારે ભરૂચ પરત ફરતા વરિયાવ નહેરમાં પડતું મૂકી જીવનનો અંત આણ્યો છે. ખાનગી કંપનીમાં ડીલિવરીબોય તરીકે મોહસીન કામ કરતો હતો. સામૂહિક આપઘાત કેસમાં જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
અગાઉ અડાજણ વિસ્તારમાં પરિવારનાં સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો
અગાઉ અડાજણ વિસ્તારમાં રહેતાં પરિવારનાં સાત સભ્યોએ કરેલા સામૂહિક આપઘાત કર્યો હતો. જેમાં સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામૂહિક આઘાતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું. બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, વ્યક્તિગત તરીકે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. મૃતક યુવક ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલ હતો. જ્યારે પરિવારમાં પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા હતા. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી.