- વડોદરાની ટ્રાવેલ્સમાં અમરનાથની યાત્રાએ ગયા હતા
- કાજીગુંડથી 60 કિ.મી દૂરના અંતરે આવેલ પુલ ભારે વરસાદના કારણે તૂટી ગયો
- સહી સલામત રીતે પરત મોકલવા ત્યાંના તંત્ર દ્વારા કામગીરી કરાઈ
ગુજરાતના દાહોદથી અમરનાથ યાત્રાએ ગયેલા 15 યાત્રાળુઓ કાજીગુંડમાં ફસાયા છે. જેમાં પુલ તૂટતા કલાલા અને પ્રજાપતિ સમાજના યાત્રાળુઓ અટવાયા છે. તેમજ તમામ સહીસલામત સી.આર.પી.એફ્. કૅમ્પમાં આશરો લઈ રહ્યાં છે. કાજીગુંડ ખાતે સી.આર.પી.એફ્. કેમ્પમાં આશરો લીધેલા યાત્રાળુઓ હવે રસ્તો ખુલવાની રાહ જોઇ રહ્યાં છે.
આ પણ વાંચો: ગુરૂવારથી વરસાદનુ જોર ઘટવાની સંભાવના, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
વડોદરાની ટ્રાવેલ્સમાં અમરનાથની યાત્રાએ ગયા હતા
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલીથી ગત 30 જૂન- 23 ના રોજ વડોદરાની ટ્રાવેલ્સમાં અમરનાથની યાત્રાએ ગયા હતા. સંજેલીના 15 સહિત વડોદરાના 25 જેટલા યાત્રાળુઓ અમરનાથના દર્શન કર્યા બાદ પરત ફરતાં શ્રીનગરથી 50 કિલોમીટરના અંતરે આવેલ કાજીગુંડ ગામે આવ્યા હતા. બાદ આ શ્રદ્ધાળુંઓને જાણવા મળેલ કે કાજીગુંડ થી 60 કિ.મી દૂરના અંતરે આવેલ પુલ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે.
સહી સલામત રીતે પરત મોકલવા ત્યાંના તંત્ર દ્વારા કામગીરી કરાઈ
જેના કારણે રસ્તો બંધ હોવાની જાણ થતા આ શ્રદ્ધાળુંઓને પરત આવવા મુશ્કેલી ઉભી થઈ હતી. હાલ કાજીગુંડ સી.આર.પી.એફ્ કેમ્પમાં આશરો લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. તેમજ હાલ તેઓને સહી સલામત રીતે પરત મોકલવા ત્યાંના તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહેલ હોવાનું જાણવા મળે છે. એકાદ બે દિવસમાં ફ્સાયેલા આ શ્રદ્ધાળુંઓ સહી સલામત ત્યાંથી વતન તરફ્ આવવા રવાના થનાર હોવાનું પણ જાણવા મળે છે. તેમજ અમરનાથ યાત્રાએ અવર-જવર કરતા શ્રદ્ધાળુઓને રસ્તો શરૂ નહીં થાય ત્યાં સુધી જે-તે જગ્યાએ રોકાઈ જવા માટે પણ ત્યાંના તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.