ગુજરાત: રેલી તથા શક્તિ પ્રદર્શન સાથે ભાજપના 15, કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યું
- આમ આદમી પાર્ટી એટલે કે આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું
- ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7મી મેના રોજ ચૂંટણી જંગ ખેલાવાનો છે
- અપક્ષ તેમજ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ડમી પણ ફોર્મ ભરાયા
ગુજરાતમાં રેલી તથા શક્તિ પ્રદર્શન સાથે ભાજપના 15, કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. લોકસભા ચૂંટણીમાં અપક્ષો-નાના પક્ષો-ડમી સહિત 97 ફોર્મ ભરાયા છે. તેમજ 19મી એપ્રિલના બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. તેમજ ગુલાલની છોળો અને ફૂલ વર્ષા વચ્ચે કેટલાકે વાજતે ગાજતે શુભ મુહૂર્તમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7મી મેના રોજ ચૂંટણી જંગ ખેલાવાનો છે
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7મી મેના રોજ ચૂંટણી જંગ ખેલાવાનો છે ત્યારે મંગળવારે ભાજપના 15 અને કોંગ્રેસના 9 ઉમેદવાર જ્યારે આપના એક સહિત કુલ 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, આમાં નાના અમથાં પક્ષો, અપક્ષ તેમજ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ડમી પણ સામેલ છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે રેલીઓ યોજીને, શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી હતી. ગુલાલની છોળો અને ફૂલ વર્ષા વચ્ચે કેટલાકે વાજતે ગાજતે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. રાજકોટ બેઠક પર જ્યાં વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ભાજપના ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વધી, અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર
આમ આદમી પાર્ટી એટલે કે આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું
ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેવી બેઠકોમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, બારડોલી અને સુરત બેઠકનો સમાવેશ થાય છે. સાબરકાંઠામાં ભાજપમાં આયાતી ઉમેદવાર સામે રોષ છે, તેમણે પણ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, આ બેઠકોમાં કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, પંચમહાલ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ બેઠકનો સમાવેશ થાય છે. વલસાડ ખાતે ફોર્મ ભરતી વખતે રેલી કાઢી શક્તિપ્રદર્શન કરાયું હતું. આમ આદમી પાર્ટી એટલે કે આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે, જેમાં ભાવનગર બેઠક સામેલ છે.