ઉત્તરાયણના બે દિવસમાં પતંગની દોરીથી 130 લોકોને ઈજા થઇ છે. તથા 46 ધાબેથી પડી ગયા હતા. ઉત્તરાયણમાં બે દિવસની રજા મળતા રંગત જામી હતી. તેમજ દોરીથી ગળા કપાયા, હાથ-પગે ઈજા થતાં લોહીથી લથપથ લોકો હોસ્પિટલે દોડયા હતા. જેમાં પતંગની દોરીના કારણે 8 વર્ષના બાળક સહિત ચારનાં મોત થયા છે. વડોદરામાં સ્વામીજી પરમાત્મા યાદવ નામના 35 વર્ષીય સ્ક્રેપના વેપારીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે. ગાંધીધામમાં બાઈક પર સવાર 20 વર્ષીય યુવાને દોરીથી જીવ ગુમાવ્યો છે, ભરૂચ જિલ્લામાં 8 વર્ષીય બાળકનું દોરીથી મોત થયું છે જ્યારે રાજકોટના આજી ડેમ પાસેના લોઠડા ગામે ગળું કપાતા છ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધ્યો, લો બોલો રૂ.24 કરોડના બદલે રૂ.183 કરોડની ઉઘરાણી
ચાઈનિઝ દોરીના કારણે લોહીલુહાણ થવાની નોબત આવી
ઉત્તરાયણ પર્વેમાં ચાઈનિઝ દોરીના કારણે લોહીલુહાણ થવાની નોબત આવી હતી, ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પતંગની દોરીના કારણે ગુજરાતમાં 130 લોકો લોહીલુહાણ થયા હતા, આ કેસ માત્ર 108 એમ્બ્યુલન્સને મળ્યા હોય તેવા છે. જ્યારે પતંગોત્સવના કારણે ધાબેથી પડી જવાના બે દિવસમાં 46 કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતના ઉત્તરાયણના બે દિવસમાં 1281 કેસ નોંધાયા છે જ્યારે મારામારીના 456 બનાવો બન્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં 12 વર્ષ પછી 1.4 ડિગ્રી તાપમાન
બીજા દિવસે એટલે કે રવિવારે 12 કેસ પૈકી 4 કેસ અમદાવાદમાં નોંધાયા
ગુજરાતમાં 14મી જાન્યુઆરીએ દોરીથી ઈજા થવાના 92 બનાવો બન્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 42 કેસ નોંધાયા હતા, મોટા ભાગના કેસમાં ગળાના ભાગે કપાઈ જવાના નોંધાયા છે, બીજા દિવસે રવિવારે ગુજરાતમાં દોરીથી ઈજાના 38 કેસ બન્યા હતા, જે પૈકી સૌથી વધુ અમદાવાદમાં 17 બનાવો બન્યા છે. ધાબેથી કે પછી અન્ય કારણસર પડી જવાના 14મીએ 34 કેસ બન્યા, તેમાં અમદાવાદમાં સૌથી વધુ છ બનાવ બન્યા છે. બીજા દિવસે એટલે કે રવિવારે 12 કેસ પૈકી 4 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ, કિડની વેચીને નાણાં વસુલીની ધમકી
પતંગની દોરીના કારણે 8 વર્ષના બાળક સહિત ચારનાં મોત
ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીના કારણે 8 વર્ષના બાળક સહિત કુલ ચારનાં મોત થયાની ઘટના સામે આવી છે, વડોદરામાં સ્વામીજી પરમાત્મા યાદવ નામના 35 વર્ષીય સ્ક્રેપના વેપારીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે. ગાંધીધામમાં બાઈક પર સવાર 20 વર્ષીય યુવાને દોરીથી જીવ ગુમાવ્યો છે, ભરૂચ જિલ્લામાં 8 વર્ષીય બાળકનું દોરીથી મોત થયું છે જ્યારે રાજકોટના આજી ડેમ પાસેના લોઠડા ગામે ગળું કપાતા છ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે.