ગુજરાત: રમત-ગમતના અભાવે 100માંથી 12 બાળકને કમરની તકલીફ
- ગુજરાતમાં 34,699 સરકારી શાળાઓ આવેલી છે
- 5,500થી વધુ સરકારી સ્કૂલોમાં રમત-ગમતના મેદાન નથી
- મેદાન વગર કઈ રીતે રમશે ગુજરાત?
ગુજરાતમાં 5,500થી વધુ સરકારી સ્કૂલોમાં રમત-ગમતના મેદાન નથી. તથા રમત-ગમતના અભાવે 100માંથી 12 બાળકને કમરની તકલીફ રહે છે. તેમજ મેદાન વગર કઈ રીતે રમશે ગુજરાત? અને 21 સ્કૂલ વીજળીથી વંચિત છે. રમત-ગમત ક્ષેત્રે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં 5500થી વધુ સરકારી શાળાઓમાં હજુયે રમત ગમતના મેદાન નથી, આ શાળાઓ આસપાસ વિદ્યાર્થી ખેલકૂદની પ્રવૃત્તિ કરી શકે તે માટે મેદાન વિકસાવવામાં આવ્યા નથી, એક રિપોર્ટ પ્રમાણે રમત ગમતની પ્રવૃત્તિ અને કસરતનો અભાવ, વજનદાર બેગ ઊંચકવા સહિતના કારણે આજે સ્કૂલે જતાં દર 100માંથી 12 બાળકને કરોડરજ્જુની સમસ્યા લાંબા ગાળે ઊભી થતી હોય છે.
આ પણ વાંચો: GST રજીસ્ટ્રેશનમાં નવા નિયમોના લીધે ઉદ્યોગકારો પરેશાન
ગુજરાતમાં 34,699 સરકારી શાળાઓ આવેલી છે
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે વર્ષ 2021-22ની સ્થિતિના આંકડા જાહેર કર્યા હતા, જે પ્રમાણે ગુજરાતમાં 34,699 સરકારી શાળાઓ આવેલી છે, તે પૈકી 29,198 સરકારી શાળામાં પ્લે ગ્રાઉન્ડ એટલે કે રમતના મેદાનની કોઈ જ સવલત છે, આમ 5,501 સરકારી શાળા રમત ગમતના મેદાનથી વંચિત છે. અન્ય એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અત્યારે 288 જેટલા વ્યાયામ શિક્ષકોની જગ્યા ભરાતી નથી, લાંબા સમયથી આ જગ્યાઓ ખાલી છે, આ જગ્યાઓ ક્યાં સુધી ભરવામાં આવશે તે વિશે ખુદ સરકાર સ્પષ્ટ જવાબ આપી શકતી નથી.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળના ટેન્ડરમાં રૂ.371 કરોડનું કૌભાંડ
ગુજરાતમાં અત્યારે 21 જેટલી સરકારી શાળામાં વીજળીની સુવિધા નથી
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુજરાતમાં અત્યારે 21 જેટલી સરકારી શાળામાં વીજળીની સુવિધા નથી. અત્યારે 34,678 સરકારી સ્કૂલોમાં વીજળીની સવલત છે. ગુજરાતમાં 84.1 ટકા સરકારી સ્કૂલો રમત ગમતના મેદાન છે જ્યારે 99.9 ટકા સ્કૂલોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. આ રિપોર્ટ પ્રમાણે ચંદીગઢમાં 94.3 ટકા સરકારી શાળામાં રમત ગમતના મેદાન ઉપલબ્ધ છે.