ગુજરાત: મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયા 100 કરોડના પ્રતિબંધિત તરબૂચના બીજ
- કસ્ટમ્સમાં લેંન્ડિંગના નકલી બિલ સબમિટ કરીને સૂચનાનું ઉલ્લંઘન કર્યું
- આ બીજનું મૂલ્ય રૂ. 100 કરોડ જેટલું થવા જાય છે
- 200 કન્ટેઇનરમાં ભારત સુધી આવ્યા છે
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયા 100 કરોડના પ્રતિબંધિત તરબૂચના બીજ મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. જેમાં કચ્છના મુન્દ્રામાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે સુદાનથી આવેલા તરબૂચના પ્રતિબંધિત બીજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ બીજનું મૂલ્ય રૂ. 100 કરોડ જેટલું થવા જાય છે, જે 200 કન્ટેઇનરમાં ભારત સુધી આવ્યા છે
ઉલ્લેખનીય છે કે આ બીજનું મૂલ્ય રૂ. 100 કરોડ જેટલું થવા જાય છે, જે 200 કન્ટેઇનરમાં ભારત સુધી આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રકારના બીજ પર પ્રતિબંધ હોવા છતાં ખોટા બિલ સાથે તે મુંદ્રા બંદરે આયાત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ સમગ્ર કૌભાંડમાં કુલ 17 આયાતકારો છે, જેમાં આશરે રૂ. 40 કરોડની કરચોરી ઝડપાઈ છે. બાતમીના આધારે DRIની ગાંધીધામ યુનિટને જાણવા મળ્યું કે, આયાતકારો પાંચમી એપ્રિલ 2024ના રોજ ડીજીએફટીના જાહેરનામું નંબર 05/2023ની જોગવાઈઓનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાં પહેલી મે 2024થી 30 જૂન 2024 સુધી તરબૂચના બીજની મફત આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
કસ્ટમ્સમાં લેંન્ડિંગના નકલી બિલ સબમિટ કરીને સૂચનાનું ઉલ્લંઘન કર્યું
જાહેરનામામાં 30 જૂન 2024 સુધી રજૂ કરાયેલા બિલ સાથેના શિપમેન્ટને મફત આયાત તરીકે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે તારીખ પછી મોકલવામાં આવેલી કોઈપણ આયાતને ‘પ્રતિબંધિત’ તરીકે વર્ગીકૃત કરાયું હતું. DRI તપાસમાં બહાર આવ્યું કે, આયાતકારોએ 30 જૂન 2024 પહેલાંની શિપમેન્ટની તારીખ દર્શાવીને કસ્ટમ્સમાં લેંન્ડિંગના નકલી બિલ સબમિટ કરીને સૂચનાનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે, તપાસ દરમિયાન લેન્ડિંગના અસલ બિલના ટ્રેકિંગ અને વસૂલાત દ્વારા વાસ્તવિક શિપમેન્ટ તારીખોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે 30 જૂન પછીની હતી.
આ પણ વાંચો: મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જિન ઓઇલનો પર્દાફાશ