ગુજરાતચૂંટણી 2022બિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

EV charging ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેપિટલ સબસિડીની વહેંચણી અંગેની માર્ગદર્શિકા જાહેર

Text To Speech

દેશમાં ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક ગેઝેટનો વપરાશ વધતો જાય છે. ખાસ કરીને વાહનોમાં હવે ઇલેક્ટ્રોનિક વાહનોનું ચલણ વધવા લાગ્યું છે ત્યારે આજે ગુજરાતના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી-2021 હેઠળ કેપિટલ સબસિડીની વહેંચણી માટેની માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે ઇવી ઇકો સિસ્ટમના ઝડપી સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ‘ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી- 2021’ થી ઇવી ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવી અશ્મિભૂત ઇંધણની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરી રહી છે.

કુલ ચાર કેટેગરીમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે

આ નવી માર્ગદર્શિકાની વિગતો આપતાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યં હતું કે, મહાનગરપાલિકા, નગરપાલિકા, રાષ્ટ્રીય – રાજ્ય ઘોરીમાર્ગો અને પ્રવાસી સ્થળો એમ કુલ ચાર કેટેગરીમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે. કેટેગરી–1 હેઠળ રાજ્યની 8 મહાનગરપાલિકામાં 91, કેટેગરી–2 હેઠળ 18 નગરપાલિકાઓમાં 48, કેટેગરી–3 હેઠળ રાજ્ય ધોરીમાર્ગો/રાષ્ટ્રીય ધોરીમાર્ગો/એક્સપ્રેસ વે જેવા 15 માર્ગો પર 96 અને કેટેગરી–4 હેઠળ 8 પ્રવાસી સ્થળોએ 15 ચાર્જિંગ સ્ટેશનોને ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી-2021 અંતર્ગત કેપિટલ સબસિડી અપાશે. ચાર્જિંગ સ્ટેશનના સફળ કમિશનિંગ પર મંજૂર મૂડી સબસીડીની 80 ટકા સબસીડી રીલીઝ કરાશે અને આ ચાર્જિંગ સ્ટેશનના સફળ કમિશનિંગના એક વર્ષ પછી બાકીની 20 ટકા સબસીડી ચૂકવાશે.

શું રહેશે Ev ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટેના નિયમો ? કેટલી રહેશે પ્રોસેસિંગ ફી ?

કનુભાઈ દેસાઈએ વધુમાં ઉમેર્યુ કે, મહાનગરપાલિકા, નગરપાલિકા અને પ્રવાસી સ્થળોના ચાર્જિંગ સ્ટેશનોએ ઓછામાં ઓછી એક CCS-યુરોપિયન ચાર્જિંગ સિસ્ટમ અથવા CHAdeMO-જાપાનીઝ ચાર્જિંગ સિસ્ટમ (50 KW અથવા વધુ ક્ષમતા) ફાસ્ટ ચાર્જર અને ઓછામાં ઓછું એક Bharat AC-001 (10 kW)નું ઇન્સ્ટોલેશન ફરજિયાત રહેશે તથા હાઇવે અને એક્સપ્રેસવે એન્ટિટી દ્વારા પ્રસ્તાવિત દરેક સ્થાન પર ઓછામાં ઓછા એક CCS અથવા CHAdeMO (50 KW અથવા વધુ ક્ષમતા) ફાસ્ટ ચાર્જર અને એક 15 KW Bharat DC-001 ચાર્જરનું ઇન્સ્ટોલેશન ફરજિયાત રહેશે. વધુમાં GEV પોલિસી 2021 હેઠળ કેટેગરી મુજબની ટોચમર્યાદા સાથે વધુમાં વધુ 100 એકંદર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે એન્ટિટીને મર્યાદિત કરવામાં આવશે. કેટેગરી-1 માં જ્યાં પણ 10 થી વધુ ઝોન હોય ત્યાં, એન્ટિટી કુલ નંબરના 50% સુધીના સ્થળો માટે અરજી કરવા માટે મર્યાદિત રહેશે એટલે કે જો એન્ટિટી અમદાવાદ શહેર માટે અરજી કરવા માંગે છે, તો તેઓ 20 માંથી મહત્તમ 10 ઝોન પસંદ કરી શકે છે. એક એન્ટિટી કેટેગરી-3 માં કુલ હોટસ્પોટ્સ લક્ષ્યાંકના કુલ ફાળવણીના 50% સુધી હોટસ્પોટ માટે અરજી કરવા માટે મર્યાદિત રહેશે. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)/(DIPP) અથવા રાજ્ય સરકાર હેઠળના ઉદ્યોગ કમિશનર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટ-અપ્સ સિવાયની તમામ સંસ્થાઓએ અરજી સબમિટ કરવા માટે રૂ. 10,000 તેમજ GST 18% સાથે પ્રોસેસીંગ ફી ભરવાની રહેશે.

માપદંડોને પૂર્ણ કરતી અરજીની પસંદગી વહેલા તે પહેલાના ધોરણે

કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, લઘુત્તમ લાયકાતના માપદંડોને પૂર્ણ કરતી અરજીની પસંદગી વહેલા તે પહેલાના ધોરણે કરાશે. લઘુત્તમ લાયકાત માપદંડોની પરિપૂર્ણતાની ખાતરી કરવા માટે સ્ક્રીનીંગ કમિટી દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે. જે અરજીઓ લાયકાતના માપદંડોને પૂર્ણ કરતી નથી તે નકારવામાં આવશે. જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરેલ અરજી ઓનલાઈન પોર્ટલમાં લોગ ઇન કરેલ તારીખ અને સમયની પ્રાથમિકતાના આધારે પસંદગી કરાશે. જો એન્ટિટીએ પછીથી દસ્તાવેજો અપલોડ કર્યા હોય એટલે કે અરજી સબમિટ કર્યા પછી પરંતુ અરજીની કટ-ઓફ તારીખની અંદર, છેલ્લો દસ્તાવેજ અપલોડ કરતી વખતે લૉગ કરેલી તારીખ અને સમયને સંપૂર્ણ અરજી સબમિશન અને પ્રાથમિકતા તરીકે ગણવામાં આવશે. લાયકાત ધરાવતા પ્રથમ અરજદારને અરજી મુજબ શક્ય એટલા તમામ સ્થાનો ફાળવવામાં આવશે. ત્યારપછી, લાયકાતવાળી બીજી અરજી જથ્થાની ફાળવણી માટે લેવામાં આવશે, જેમાં બાકી રહેલા કેટેગરી મુજબના સ્થાનો ફાળવવામાં આવશે. આ પ્રક્રિયા ત્રીજા અરજદાર માટે ચાલુ રાખવામાં આવશે અને તે જ રીતે જ્યાં સુધી આપેલ તમામ કેટેગરીની લક્ષિત સંખ્યા પૂરી થાય ત્યાં સુધી સ્થાન ફાળવણી કરાશે.

Back to top button