પ્રચાર માધ્યમો માટે ‘Exit poll’ સંદર્ભે ચૂંટણી પંચે ફરી એકવાર કરી મહત્વની જાહેરાત
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે.
આ પણ વાંચો :મતદાન પછી કિટલી પર ચાની ચુસ્કી લેતા મુખ્યમંત્રીએ લોકોને કહી આ વાત
વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે ગાઈડ લાઈન બહાર પાડી છે. ત્યારે નોટિફિકેશન જાહેર કરતા કહ્યું 12મી નવેમ્બર અને 5મી ડિસેમ્બરના દિવસે સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકિ્ઝટ આ દરમિયાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણી સંભવિત પરિણામ બતાવી નહી શકે. ચૂંટણી પંચે કહ્યુ, તેનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.પોલના પરિણામનું પ્રસારણ નહીં કરી શકાય.
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.