ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુરમાં કુદરતી આપત્તિના સમયે બચાવ કામગીરીના ડેમોસ્ટ્રેશનમાં અપાયું માર્ગદર્શન

Text To Speech

પાલનપુરઃ 26 જુલાઈ 2024, આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેકટર સી.પી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રીફ્રેશર તાલીમ યોજાઈ હતી. જેમાં કુદરતી અને કુત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનું માહિતી સાથે ડેમોસ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં 55 આપદા મિત્રોએ ભાગ લીધો હતો.

પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી.જ્યારે GVK-108 પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોસ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી.

તાલીમના બીજા સેશનમાં એસ.ડી.એફ.એફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી. જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતી ના પગલાં, પુર બચાવ કામગીરી, વાવાઝોડું, આકાશી વીજળી, ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોસ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા CPR અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર પી.સી.રાજપૂત, જિલ્લા પ્રોજેકટ અધિકારી સંજયભાઈ ચૌહાણ, પ્રોગ્રામ મેનેજર હેમંતકુમાર સોલંકી, SDRF પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ.વસાવા અને સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃડીસામાં કારગીલ યુદ્ધની રજત જયંતિ ઉજવાઈ, વીર સૈનિકોનું પૂજન કરાયુ

Back to top button