ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી બની શકે છે ફરજિયાત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપ્યો સંકેત
રાજ્યમાં અનેક વાર દીકરા-દીકરીઓ દ્વારા મા-બાપની સંમિત વગર કોર્ટ મેરેજ કરવામાં આવતા હોય છે.દીકરો કે દીકરી બન્ને પુખ્ત વયના થાય એટલે એક બીજાની સંમતિથી લગ્નગ્રંથીથી જોડાય છે. અને આ બાબતે મા-બાપને જાણ ન હોય ત્યારે વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કિસ્સામાં હત્યાના બનાવ પણ સામે આવતા હોય છે. જેથી અનેક વખત પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા રજૂઆત પણ કરવામા આવી છે. ત્યારે માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી બની શકે છે ફરજિયાત
પ્રાપ્ત વિગતો મુજબ માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે.તેઓએ કહ્યું કે બંધારણ ન નડે તે રીતે અભ્યાસ કરીશું તેમજ પ્રેમલગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી રીતે વ્યવસ્થા કરવાનું તેઓએ જણાવ્યું હતું. આમ તેઓએ ગુજરાતમાં પ્રેમલગ્નમાં વાલીઓની મંજૂરી ફરજિયાત થઈ શકે છે તેવા સંકેતો આપ્યા છે. તેઓએ માતા – પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવાની સરકારની વિચારણા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદના નવા પોલીસ કમિશનર જી એસ મલિક આજે સંભાળશે ચાર્જ
મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખેઅનોખું અભિયાન શરુ કર્યું
ઉલ્લેખનીય છે કે મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખે અનોખું અભિયાન શરુ કર્યું છે. મહેસાણાની શાળાઓમાં સામાજિક આગેવાન મનુભાઈ ચોકસી વિદ્યાર્થીનીઓને લેવડાવી રહ્યા છે. જેમાં તેઓ વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં લગ્ન કર્યા પહેલા વાલીની મંજુરી ફરજિયાત લેવા પ્રતિજ્ઞા લેવડાવી રહ્યા છે. તેઓએ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે’ લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ પણ તમારા માતા-પિતાની મંજૂરી લો” .
આ પણ વાંચો : ભાવનગર : મુસાફરોથી ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી, 10થી વધુ લોકો ઘાયલ