વિદ્યાર્થીઓના રેકોર્ડના ડિજિટાઈઝેશનમાં GTU પ્રથમ, જાણો ગુજરાત યુનિવર્સિટીનો ક્રમ


- 11.27 લાખ સ્ટુડન્ટ ક્રેડિટ રેકોર્ડ સાથે GTU રાજ્યમાં પ્રથમ
- ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી 3.69 લાખ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરાઈ
- વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડના ડિજિટલાઈઝેશનમાં જીટીયુ પ્રથમ
નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીઓ-ઓટોનોમસ કોલેજોના સ્ટુડન્ટ રેકોર્ડ ડિજિટલાઈઝેશનના જાહેર કર્યા હતા. આંકડાઓ-રિપોર્ટ અનુસાર, સૌથી વધુ 22.05 લાખ માર્કશીટ અપલોડિંગ અને 11.27 લાખ સ્ટુડન્ટ ક્રેડિટ રેકોર્ડ સાથે GTU રાજ્યમાં પ્રથમ છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી 3.69 લાખ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરાઈ
જ્યારે રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી 3.69 લાખ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરાઈ છે અને માત્ર 2024ના વર્ષના જ 20515 સ્ટુડન્ટ ક્રેડિટ એબીસી(એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ)આઈડી સાથે મેપિંગ થયા છે. નેશનલ એજ્યુકેશન પોલીસી 2020માં લાગુ થયા બાદ યુજીસી દ્વારા અને કેન્દ્રિય શિક્ષણ વિભાગ દ્વારા 2021થી ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથેના ક્રેડિટ રેકોર્ડ ઓનલાઈન કરવાનું ફરજીયાત કરવામા આવ્યુ છે.
વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડના ડિજિટલાઈઝેશનમાં જીટીયુ પ્રથમ
જો કે,આમ તો વિધિવત રીતે ગત 2024થી અમલ શરૂ થયો છે અને યુનિવર્સિટીઓ હાલ ધીરે ધીરે ઓનલાઈન માર્કશીટ અપલોડિંગ સાથે વિદ્યાર્થીઓના એબીસી એકાઉન્ટ જનરેટ કરવા સાથે ક્રેડિટ રેકોર્ડ પણ ઓનલાઈન કરી રહી છે. પરંતુ વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડના ડિજિટલાઈઝેશનમાં જીટીયુ હાલ રાજ્યમાં પ્રથમ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે માવઠાની આગાહી