IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

GT vs SRH: હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર

Text To Speech

અમદાવાદ, 31 માર્ચ: IPL 2024ની 12મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમો સામ સામે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં હૈદરાબાદે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ફિલ્ડીંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

GT VS SRH હેડ ટૂ હેડ રેકોર્ડ

IPL 2022માં ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂ કર્યું ત્યારથી, ગુજરાત અને હૈદરાબાદ અત્યાર સુધીમાં માત્ર 3 IPL મેચ રમ્યા છે. ગુજરાતે તેમાંથી 2 અને હૈદરાબાદે 1 મેચ જીતી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુજરાતનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 199 અને ગુજરાત ટાઇટન્સ સામે હૈદરાબાદનો સર્વોચ્ચ સ્કોર 195 છે.

પિચ રિપોર્ટ

રનની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ T20માં સરેરાશ સ્કોરિંગ ગ્રાઉન્ડ માનવામાં આવે છે. આ પિચ પર અત્યાર સુધી 10 T20 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 6 વખત જીત મેળવી છે. તે જ સમયે, પ્રથમ બોલિંગ કરનારી ટીમ 4 વખત વિજેતા બની છે. ગયા વર્ષે (2023) ફેબ્રુઆરીમાં ભારતે અહીં ન્યુઝીલેન્ડ સામે 234 રન બનાવ્યા હતા, જે આ મેદાન પર ટી20 મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન અને બોલર બંને માટે ઘણી મદદગાર સાબિત થાય છે. આ પીચ પર ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરોને વધુ ફાયદો મળે છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, મોહિત શર્મા, દર્શન નલકાંડે.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.

આ પણ વાંચો: પાકિસ્તાન ટીમના નવા કેપ્ટનની જાહેરાત, શાહીન આફ્રિદી પાસેથી છીનવાઈ કેપ્ટન્સી

Back to top button