GT VS RR IPL ફાઇનલ 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સિઝનમાં, આજે ટાઇટલ માટે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર જંગ ખેલાશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. રાજસ્થાનની ટીમ પ્રથમ IPL2008ની સિઝનમાં ચેમ્પિયન બની હતી. જો આ સ્થિતિમાં જો તે આજે જીતશે તો આ તેનું બીજું ટાઈટલ હશે. જ્યારે ગુજરાત તેની પ્રથમ સિઝનમાં જ ફાઈનલ રમવા ઉતરશે. આ મેચમાં 5 એવા ખેલાડી છે, જે કોયપણ સમયે બાજી બદલી શકે છે.
આ પાંચ ખેલાડીઓ પોતાના દમ પર મેચના પરીણામ બદલી શકે છે, રાજસ્થાન ટીમના ઓપનર જોસ બટલર અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ. જ્યારે ગુજરાતની ટીમમાં ત્રણ ખેલાડી એવા છે, જે ગમે ત્યારે મેચના પરીણામ ફેરવી શકે છે, જેમાં ડેવિડ મિલર, રાહુલ તેવટિયા અને રિદ્ધિમાન સાહા. આ તમામ ખેલાડીઓ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આવો જાણીએ આ પાંચ ખેલાડીઓનુ પ્રદર્શન
રાજસ્થાનની આખી ટીમ આ સિઝનમાં જોસ બટલરના ખભા પર સવાર છે. બટલર ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે અને તેમને આઈપીએલના ઈતિહાસમાં 800થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી પણ બની ગયો છે. બટલરે અત્યાર સુધી સિઝનમાં 4 સદી ફટકારી છે, જ્યારે ક્વોલિફાયર-2માં બટલરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકારી હતી અને ટીમને શાનદાર જીત અપાવી હતી.
રાજસ્થાન ટીમ માટે ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિધ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેન મક્કોય સાથે મળીને બોલિંગ યુનિટ સંભાળી રહ્યા છે. પરંતુ ચહલે આ સિઝનમાં મુશ્કેલ સમયે વિકેટ ઝડપીને રમતને ફેરવી નાખી છે. ચહલે આ સિઝનમાં અત્યાર સુધીમાં 26 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં સંયુક્ત રીતે નંબર વન પર યથાવત છે. ચહલે આ સિઝનમાં એક વખત પાંચ અને એક વખત ચાર વિકેટ લીધી છે.
મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલર ગુજરાતની ટીમ માટે શાનદાર ગેમ ચેન્જર સાબિત થયો છે. દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીએ ક્વોલિફાયર-1માં રાજસ્થાનના પ્રસિધ્ધ કૃષ્ણાની ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને મેચ જીતી લીધી હતી. તે મેચમાં મિલરે 38 બોલમાં 68 રન બનાવ્યા હતા.તેમણે 5 સિક્સર પણ ફટકારી હતી. મિલરે આ સિઝનમાં ટીમ માટે 15 મેચમાં બીજા સૌથી વધુ 449 રન બનાવ્યા છે.
સ્પિન ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ ગુજરાતની ટીમનો મહત્વનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તે બોલની સાથે સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા તેવટિયાએ અનેક વખત ફિનિશર ભૂમિકા ભજવી છે. આરસીબી સામે 25 બોલમાં અણનમ 43 અને હૈદરાબાદ સામે 21 બોલમાં અણનમ 40 રનની ઇનિંગ રમીને મેચનું પરીણામ બદલી નાખીયા હતા.
રાજસ્થાન ટીમનો ફાસ્ટ બોલર પ્રસિધ્ધ કૃષ્ણાએ પણ આ સિઝનમાં પોતાની બોલિંગથી તરખાટ મચાવી રહ્યો છે. તેણે ઘણા મહત્વપૂર્ણ સમયે કરકચરથી બોલિંગ કરી હતી. તેમણે છેલ્લી મેચ ક્વોલિફાયર-2માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 22 રનમાં 3 વિકેટ ઝડપી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. અગાઉ લખનૌની ટીમ સામે 2 વિકેટ લઈને ટીમે જીત અપાવી હતી.