ક્રિક્રેટ રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. IPL 2023ની ફાઈનલ મેચ આજે ફરી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ગઈ કાલે ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિલન બનતા આખી મેચ પર પાણી ફરી વળ્યું હતું ત્યારે આજે પણ ફઆઈનલ મેચ દરમિયાન વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરવામા આવી છે.
ફાઇનલમાં પડશે વરસાદ
અમદાવાદમાં ગઈ કાલે કમોસમી વરસાદ મેચમાં વિઘ્ન બન્યો હતો. ગઈ કાલે અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ રહી હતી. આ દરમિયાન અચાનક વરસેલા વરસાદને કારણે મેજને રદ કરવી પડી હતી. ત્યારે મેચ રિઝર્વ ડે પર આજે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે IPL ફાઈનલમાં વરસાદ વિધ્ન બનશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ અમદાવાદમાં રમાનારી IPLમાં વરસાદ વિધ્ન બની શકે છે પ્રિમોન્સૂન એક્ટિવીટીના કારણે હાલ વરસાદી માહોલ છલવાયો છે. જેથી હજી પણ 29,30 અને 31 તારીખે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. અમદાવાદની વાત કરવામા આવે તો અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે.ગઈકાલે ભારે પવન સાથે વરસાદ વરસતા મેચ મોકૂફ રાખી આજે યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે.
જો આજે મેચ નહીં રમાય તો શું થશે ?
જો આજે વરસાદને કારણે મેચ રદ થાય તો ટ્રોફી કોને મળશે તે અંગે કોઈ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. ત્યારે ગઈ કાલની જેમ આજે પણ મેચમાં કોઈ વિધ્ન આવે છે તો મહેન્દ્રસિંહ ધોનીનું સપનું તૂટી શકે છે. અને હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે. કારણ કે ગુજરાત ટાઈટન્સ અત્યાર પોઈન્ટ ટેબલ પર ટોચ પર છે.
આ પણ વાંચો : GT VS CSK Final : શું તમે આજે ફરી જૂની ટિકિટ સાથે IPL ફાઇનલની મેચ જોવા જાઓ છો? તો જાણીલો આ બાબતો