અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા
- GST વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ
- કાર્યવાહીમાં ટર્નઓવર અને ભરેલા વેરા અંગે ખરાઇ કરવામાં આવી
- આ મામલે કચેરી તરફથી સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે
અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા પડ્યા છે. તેમાં જીએસટી અધિકારીઓની ટીમોનું સર્ચિંગ શરૂ છે. તથા ટેક્સ કોમ્પલાઈનને લઈને ઓપરેશન કરાયું છે. સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો યોજાશે, જાણો ક્યારે અને કેટલી ટિકિટ રહેશે
કાર્યવાહીમાં ટર્નઓવર અને ભરેલા વેરા અંગે ખરાઇ કરવામાં આવી
અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહીં આ કાર્યવાહીમાં ટર્નઓવર અને ભરેલા વેરા અંગે ખરાઇ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ શહેરની પ્રીમિયમ હોટેલો પર ટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરની 38 પ્રીમિયમ હોટેલમાં પર સ્ટેટ GSTની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. હોટેલો દ્વારા દર્શાવેલા GST ટર્ન ઓવર સામે જમાં કરેલી વેરા અગે ચકાસણી હાથ ધરાઇ હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું કે કેમ? તે મામલે હજુ જીએસટી કચેરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં બહારના પિત્ઝા ખાતા હોય તો સાવધાન, જાણીતી બ્રાન્ડમાં અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો
આ મામલે કચેરી તરફથી સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે
આગામી સમયમાં આ મામલે કચેરી તરફથી સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલા પણ જીએસટી વિભાગની ટીમો દ્વારા અનેકવાર શહેરમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદની 38 પ્રીમિયમ હોટલ પર નરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેની કેટલીક પ્રીમીયમ હોટેલ્સમાં સ્ટેટ GST દ્વારા ચકાસણી હાથ ધરાતાં કસુરવારોમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરોમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા જેતે સેકટરમાં કરવામાં આવતા ટેક્ષ કોમ્પલાઇનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદ ખાતેની 38 પ્રીમીયમ હોટેલ્સમાં દર્શાવેલ ટર્નઓવર અને વેરાકીય જવાબદારીની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.