અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત

GST કૌભાંડ: રાજ્યમાં 14 ઠેકાણાં પર દરોડા, એક પત્રકાર સહિત અનેકની ધરપકડ

અમદાવાદ, 8 ઓકટોબર, કેન્દ્ર સરકાર દ્વારા નોંધાયેલી ફરિયાદોને આધારે ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચ, આર્થિક ગુનાઈત વિભાગ અને વિશેષ અભિયાન ગ્રુપની ટીમો દ્વારા રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક નામ પત્રકાર મહેશ લાંગાનું પણ છે. ક્રાઇમ બ્રાન્ચે GST કૌભાંડ મામલે લાંગાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. આ છેતરપિંડીની કાર્યવાહી માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ દૃષ્ટિએ, એવું જણાય છે કે દેશભરમાં 200 થી વધુ છેતરપિંડીથી રચાયેલી કંપનીઓ/એકમો સામેલ છે, જેઓ છેતરપિંડીયુક્ત ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પસાર કરીને સરકારી તિજોરીને છેતરવા માટે સંગઠિત રીતે કામ કરી રહી છે.

33થી વધુ સંચાલકોની અટકાયત

GST ચોરીની મળેલી ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે (DGGI) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર સહિતના 14 ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ 12 બોગસ પેઢી બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે. એમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખૂલ્યું છે.

12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક પત્રકાર મહેશ લાંગાનું પણ છે. ક્રાઇમ બ્રાન્ચે GST કૌભાંડ મામલે લાંગાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પત્રકાર મહેશ લાંગાએ ધરપકડના એક દિવસ પહેલાં જ GSTને લઈને પોસ્ટ કરી હતી અને GST રજીસ્ટ્રેશનને એક પીડા ગણાવી હતી. આ પોસ્ટના બીજા જ દિવસે તેની ‘GST કૌભાંડ’માં ધરપકડ પણ થઈ છે.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે GST તરફથી મળેલી ફરિયાદ બાદ પત્રકાર મહેશ લાંગાની ખોટા ડોક્યુમેન્ટ બદલ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ.બ્રાન્ચ દ્વારા તમામ ડોક્યુમેન્ટ્સ કબજે કરીને વધુ તપાસ કરવામાં આવશે. તપાસમાં ખુલાસો થતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, પત્રકાર મહેશ લાંગાને પણ આ તપાસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આ કૌભાંડ અને કૌભાંડીઓનો આંકડો વધે તેવી પૂર્ણ શક્યતાઓ પણ છે. આ કૌભાંડ સાથે ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો પણ ₹50 હજાર કરોડને પાર થઈ ગયો છે.

DGGIએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી
ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI)ના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. એના માટે તેમણે હજારો કરોડનાં બોગસ બિલો પણ જનરેટ કર્યાં હતાં.

આ પણ વાંચો….“વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત”, કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું

Back to top button