ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

1લી એપ્રિલથી બદલાશે જીએસટીના નિયમો, જાણો તમારા ખિસ્સા કેટલી પડશે અસર

Text To Speech

નવી દિલ્હી, 10 માર્ચઃ જીએસટી ડેટાની ચોરી અને જીએસટીમાં છેતરપીંડી હવે આસાન બનશે નહી. આગામી 1લી એપ્રિલથી જીએસટીમાં નોંધાયેલા તમામ યૂઝર્સ માટે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન (એમએફએ) નિયમ લાગુ થવા જઇ રહ્યા છે. જીએસટીના બદલાઇ રહેલા નિયમોની સાથે તમારા ખિસ્સા પર પણ અસર પડી શકે છે. જેમ કે રેસ્ટોરન્ટમા ખાવાનું મોંઘુ બની શકે છે. તેમજ રૂ. 7500થી ઓછા ભાડાવાળી હોટેલો માટ 18 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લેવાની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. નોંધનીય છે કે હાલમાં હોટેલમાં ખાવા પર પાંચ ટકા જીએસટી લાગે છે. પરંતુ જો 18 ટકા આઇટીસીની સુવિધા અપનાવશે તો ખાવાનું મોંઘુ પડશે.

આ ઉપરાંત 1લી એપ્રિલથી જૂની તેમજ ઇલેક્ટ્રિક કારના વેચાણ પર પણ 12 ટકાને બદલે જીએસટી લાગશે. તેની સાથે સેકંડ હેન્ડ કારનુ વેચાણ કરનારા વિક્રેતાઓ પર પણ આ નિયમ લાગુ પડશે.

વધુમાં જીએસટી ડેટાની ચોરી કરવાનુ અને જીએસટીમાં છેતરપીંડી કરવાનું આસાન રહેશે નહી. કેમ કે 1લી એપ્રિલથી નોંધાયેલા દરેક યૂઝર્સ માટે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન (એમએફએ)નો નિયમ લાગુ પડશે.

જીએસટી પોર્ટલ પર અપડેટ કરો નંબર

એમએફએ અનુસાર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) વિન યૂઝર લોગ ઇન કરી શકશે નહી. તેના માટે દરે યૂઝરે મહિનમાં જીએસટી પોર્ટલ પર પોતાના ફોન નંબર અપડેટ કરી લેવાના રહેશે જેથી ઓટીપી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે નહી.

1લી એપ્રિલથી દરેક યૂઝર્સ માટે અનિવાર્ય

આ વર્ષે એક જાન્યુઆરીથી પ્રાયોગિક રીતે રૂ. 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારા માટે એમએફએને લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાછલા ફેબ્રુઆરીથી પાંચ કરોડ ટર્નઓવર ધરાવનારા માટે અનિવાર્ય કરવામાં આવ્યુ હતું. હવે 1લી એપ્રિલથી દરેક યૂઝર્સ માટે આવશ્યક બનાવવામાં આવ્યુ છે.

વેપારીઓ માટે નવુ અપડેટ

આ સિવાય 1લી એપ્રિલથી ઈ-વે બિલના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. 1લી એપ્રિલથી, 10 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 30 દિવસની અંદર ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ (IRP)માં ઈ-ઈનવોઈસની માહિતી સબમિટ કરવી ફરજિયાત બનશે. જો 30 દિવસની અંદર માહિતી આપવામાં નહીં આવે, તો ઇનવોઇસ નકારવામાં આવશે. હાલમાં આ નિયમ રૂ. 100 કરોડ અને તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા લોકો માટે લાગુ છે.

આ પણ વાંચોઃ ચાર વિકેટે ફાઈનલ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી પર ભારતનો કબજો

Back to top button