ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વીમા પ્રીમીયમ ઉપરના GST દરમાં થઈ શકે છે ફેરફાર, જાણો શું સસ્તું થશે અને શું મોંઘુ થશે

Text To Speech

નવી દિલ્હી, 19 ઓક્ટોબર : GST દરના સરળીકરણ પરના પ્રધાનોના જૂથ (GoM) એ શનિવારે 20 લિટર પાણીની બોટલ, સાયકલ અને પ્રેક્ટિસ નોટબુક પરના ટેક્સનો દર ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય જીઓએમએ મોંઘી કાંડા ઘડિયાળો અને શૂઝ પર ટેક્સ વધારવાનું સૂચન કર્યું હતું એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં GST દર સરળીકરણ પર રચાયેલા GOMના આ નિર્ણયથી 22,000 કરોડ રૂપિયાનો મહેસૂલ લાભ થશે. જીઓએમએ 20 લિટર અને તેનાથી વધુની પાણીની બોટલો પર જીએસટી 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનું સૂચન કર્યું હતું.

મોંઘા ચંપલ અને ઘડિયાળો પર જીએસટી વધશે

આ ઉપરાંત પ્રેક્ટિસ નોટબુક પર જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. તેવી જ રીતે 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો સૂચન છે. આ ભલામણો પર અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. જીઓએમએ રૂ.15,000થી વધુની કિંમતના જૂતા અને રૂ. 25,000થી વધુની કાંડા ઘડિયાળ પર જીએસટી 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનું પણ સૂચન કર્યું હતું. છ સભ્યોના જીઓએમમાં ​​ઉત્તર પ્રદેશના નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય સેવા પ્રધાન ગજેન્દ્ર સિંહ, કર્ણાટકના મહેસૂલ પ્રધાન કૃષ્ણા બાયરે ગૌડા અને કેરળના નાણા પ્રધાન કેએન બાલાગોપાલનો પણ સમાવેશ થાય છે.

વીમા પ્રીમિયમ GST મુક્ત હોઈ શકે છે

વરિષ્ઠ નાગરિકો દ્વારા જીવન વીમા અને આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમને કરમાંથી મુક્તિ મળી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. બેઠકમાં વરિષ્ઠ નાગરિકો સિવાય અન્ય વ્યક્તિઓ માટે પાંચ લાખ રૂપિયા સુધીના કવરેજ સાથે આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર GST મુક્તિ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે.

આ પણ વાંચો :- ઝારખંડમાં ભાજપની 66 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર, જૂઓ કોને ક્યાં ટિકિટ મળી

Back to top button