ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ઊંઝામાં APMCના વાઈસ ચેરમેન સહિત છ વેપારીઓને ત્યાં GSTના દરોડા

Text To Speech
  • તપાસનો ધમધમાટ વચ્ચે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ
  • છ વેપારી પેઢીઓ માલમાં ભેળસેળ કરતી હોવાની આશંકા
  • વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો આ તપાસનો ધમધમાટ જોઈએ ભૂગર્ભમાં

ગુજરાતના ઊંઝામાં APMCના વાઈસ ચેરમેન સહિત છ વેપારીઓને ત્યાં GSTના દરોડા પડ્યા છે. જેમાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. અમદાવાદની ફ્લાઈંગ સ્ક્વોડ, મહેસાણાના GST અધિકારીના દરોડામાં છ વેપારી પેઢીઓ માલમાં ભેળસેળ કરતી હોવાની આશંકાથી તપાસ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો: ગુજરાત ભાજપના ધારાસભ્યનું facebook એકાઉન્ટ હેક થયું

તપાસનો ધમધમાટ વચ્ચે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ

ઊંઝા સૈનિક ટ્રાન્સપોર્ટની ગાડી અમીરગઢ ચેકપોસ્ટ પર અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ જીએસટી અધિકારીઓએ માલના બિલો ચેક કરતાં તેમને વાંધાજનક લાગતાં ગાડી ડિટેઇન કરી ઊંઝા ખાતે સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ અને ઊંઝા એપીએમસીના વાઈસ ચેરમેન અરવિંદ પટેલ સહિત 6 જેટલા વેપારીઓના ત્યાં જીએસટી અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરતાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદના લોકોની સુવિધા માટે તમામ સિવિક સેન્ટરો બાબતે લેવાયો મોટો નિર્ણય

વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો આ તપાસનો ધમધમાટ જોઈએ ભૂગર્ભમાં

અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ જીએસટી અધિકારીઓ દ્વારા ઊંઝાની સૈનિક ટ્રાન્સપોર્ટની અમીરગઢ ચેકપોસ્ટ પર બીલો ચેક કરતો ટ્રાન્સપોર્ટમાં ભરેલા ટ્રાન્સપોર્ટ માલિક સહિત 6 જેટલા વેપારીઓના માલના બિલોમા વાધા જનક લાગતા અધિકારીઓ દ્વારા ઊંઝા શહેરમાં જય વિજય સોસાયટી રોડ પર આવેલ સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ, તેમજ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિત 6 જેટલી વેપારી પેઢીઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે. અન્ડર ઇનવોયસીગ કરીને માલની ડિલીવરી કરાતી હોવાની શંકા સેવાઇ રહી છે. જપ્ત કરાયેલો કેટલાક માલ ડુપ્લીકેટ જીરૂ પણ મિક્સ કર્યાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. કેટલાક બિન હિસાબી ખરીદ વેચાણ કરતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો આ તપાસનો ધમધમાટ જોઈએ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.

Back to top button