હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર જીએસટીમાં 5 ટકા ઘટાડાની શક્યતા


નવી દિલ્હી, 24 માર્ચઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ – જીએસટી કાઉન્સિલ દ્વારા હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર સંપૂર્ણ માફીને બદલે થોડો ઘટાડો કરાય તેવી શક્યતા સેવાય છે. હાલમાં કુલ પ્રિમીયમ પર 18 ટકા જીએસટી લાગુ પડે છે તેમાં 5 ટકાનો ઘટાડો કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટની સવલત યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે.
ગ્રુપ ઓફ મિનીસ્ટર્સ (જીઓએમ)ના મોટા ભાગના સભ્યોએ હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પરના દરની સમીક્ષા કરીને કર કાપમાં ઘટાડાની તરફેણ કરી હતી પરંતુ સાથે એવું પણ મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ કે સંપૂર્ણ મુક્તિ જાહેર કરવાથી ફક્ત ખર્ચ વધી શકે છે કારણે કે કંપનીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં વધારો થશે. સામે ઉદ્યોગ માને છે કે 5 ટકા કર કાપથી ટેક્સ ક્રેડિટને ઉપયોગમા લઇ શકાશે નહી તેથી તેઓ 12 ટકા આઉટપુટ ટેક્સ લાયેબિલીટીની તરફેણ કરી રહ્યા છે.
જીઓએમના એક સભ્યએ જણાવ્યું હતુ કે અમે લાઇફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી સંપૂર્ણપણે જીએસટી ઉઠાવી લેવાની તરફેણમાં નથી પરંતુ કરમાં ઘટાડો કરવા ઇચ્છીએ છીએ. અમે અમારો રિપોર્ટ તૈયાર કર્યો છે અને તને નિર્ણય કાઉન્સિલે લેવાનો છે. લાઇફ અને હેલ્થ પોલિસી પરના પ્રિમીયમ પર 5 ટકાનો ઘટાડો પોલિસી ધારકોને રાહત આપશે.
આ મુદ્દે ચર્ચા કરવા માટે જીએસટી કાઉન્સિલ એપ્રિલ અથવા મેમાં મળે તેવી શક્યતા છે, જ્યાં તે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા આ ઈન્સ્યોરન્સ પ્રિમિયાના કરવેરા અંગે તૈયાર કરાયેલા અહેવાલ પર પણ વિચાર કરશે.
કેટલાક નિષ્ણાતોએ વૈશ્વિક દાખલાઓને ટાંકતા જણાવ્યું હતુ કે મૂલ્યવર્ધિત કરની ધારણાને ધ્યાનમાં રાખીને ટેક્સ બેઝમાં પરિવર્તનની જરૂર છે. કુલ પ્રિમિયમને બદલે, ટેક્સ આધારિત પ્રીમિયમ હોવું જોઈએ. પરંતુ આ રીતે ટેક્સનું પુનર્ગઠન કરવામાં આવે તેવી શક્યતા નથી.
ગયા મહિને, વીમા ઉદ્યોગે IRDAI અને ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસે (DFS) વીમા વ્યવસાયને ઇનપુટ ટેક્સ ક્રેડિટના લાભ સાથે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રિમીયમ પર ઓછામાં ઓછો 12% નો GST દર વસૂલવો જોઈએ તેવો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ પણ વાંચોઃ ઉ.ગુ. અને અ’વાદના 55 જુગારીઓએ ગીરમાં શરૂ કર્યો અડ્ડો, LCB એ દરોડો પાડી 2.35 કરોડની મત્તા કબજે કરી