આજથી (18 જુલાઈ) સામાન્ય લોકોને મોંઘવારી વધુ પરેશાન કરશે. આજથી તમામ જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધશે. સોમવારથી રોજબરોજની વસ્તુઓ જેવી કે દહીં, લસ્સી, ચોખા, પનીર અને અન્યના ભાવ વધી શકે છે. સરકારે આ વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દરમાં વધારો કર્યો છે. તેમજ હવે લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
પેક્ડ ખાદ્યપદાર્થો મોંઘા થશે
દૂધના પેક્ડ ઉત્પાદનો – દહીં, લસ્સી, પનીર અને છાશ જેવી પ્રી-પેકેજ ખાદ્ય ચીજોની કિંમતો વધશે. માછલી અને મીટના દરમાં પણ વધારો થશે. સરકાર આ ઉત્પાદનો પર 5 ટકાના દરે GST વસૂલશે. અગાઉ આ વસ્તુઓ GSTના દાયરાની બહાર હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ ઉત્પાદનોને પહેલીવાર GSTના દાયરામાં સામેલ કરવામાં આવ્યા હતા. GST કાઉન્સિલે ટેટ્રા પેક્ડ દહીં, લસ્સી અને બટર મિલ્ક પર 5% GST વસૂલવાનો નિર્ણય લીધો હતો.
હોસ્પિટલથી લઈને હોટલ થશે મોંઘી
હવે લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ICUની બહાર હોસ્પિટલોના આવા રૂમ જેનું એક દિવસનું ભાડું દર્દી માટે 5000 રૂપિયાથી વધુ છે. આજથી સરકાર અહીં પણ 5 ટકાના દરે GST વસૂલશે. અગાઉ હોસ્પિટલોના આવા રૂમ પર GST દર લાગુ ન હતા. તમારે 1000 રૂપિયાના ભાડા સાથે હોટલના રૂમ પર પણ GST ચૂકવવો પડશે. અત્યાર સુધી 1000 રૂપિયા સુધીના રૂમ GSTના દાયરામાં ના હતા. આના પર હવે 12 ટકાના દરે GST લાગશે. બેંકોમાં પણ બોઝ વધશે. કારણ કે હવે ચેકબુક જારી કરવા પર બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર 18 ટકા GST લાગશે.
સ્ટેશનરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે
સોલર વોટર હીટર – જે હીટર પર પહેલા 5 ટકા જીએસટી દર હતો. હવે તે દર વધીને 12 ટકા થઈ ગયા છે. આ સિવાય એલઇડી લાઇટ અને લેમ્પની કિંમતો પણ વધી શકે છે, કારણ કે સરકારે તેના પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કર્યો છે. સ્ટેશનરી વસ્તુઓને પણ 18 ટકા ટેક્સ બ્રેકેટમાં મૂકવામાં આવી છે. સરકારે બ્લેડ, પેપર સિઝર્સ, પેન્સિલ શાર્પનર, ચમચી, ફોર્ક્ડ સ્પૂન, સ્કિમર અને કેક-સર્વર વગેરે પર GST વધાર્યો છે. અગાઉ તેમના પર 12 ટકા GST વસૂલવામાં આવતો હતો.
આ વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો
GST કાઉન્સિલે રોપવે દ્વારા મુસાફરો અને માલસામાનની અવરજવર પર GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. આ સિવાય સ્પ્લિન્ટ્સ અને અન્ય ફ્રેક્ચર ડિવાઇસ, બોડી પ્રોસ્થેસિસ, બોડી ઇમ્પ્લાન્ટ્સ, ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વગેરે પર પણ GST દરો ઘટ્યા છે. 18 જુલાઈથી તેમના પર 5 ટકા GST લાગશે. અગાઉ આ વસ્તુઓને 12 ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવી હતી. સંરક્ષણ દળો માટે આયાત કરવામાં આવતી અમુક વસ્તુઓ પર 18 જુલાઈથી GST લાગુ થશે નહીં. સરકારે ઓપરેટરો માટે ફ્રેટ ચાર્જ પરનો GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે જ્યાં ઇંધણની કિંમતનો સમાવેશ થાય છે.
હવે લોકોનો બોજ વધશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૂનના અંતમાં GST કાઉન્સિલની 47મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં GST કાઉન્સિલે અમુક ખાદ્ય ચીજવસ્તુઓ પર GST વસૂલવાનો નિર્ણય લીધો હતો. જેને આ ટેક્સ સ્લેબની બહાર રાખવામાં આવી હતી. સરકારના આ નિર્ણય બાદ રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. તેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધશે.