ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં બિલ વિના જ રોકડી કરતા વેપારીઓ પર GSTની તવાઇ

Text To Speech
  • અમદાવાદમાં 38 હોટલો પર દરોડા પાડીને 10 કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી
  • ડ્રાયફ્રૂટના વેપારી પર દરોડા પાડીને 25 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી
  • બાતમીદારોને એક્ટિવ કરવા માટે આદેશ આપવામાં આવ્યા

ગુજરાતમાં બિલ વિના જ રોકડી કરતા વેપારીઓ પર GSTની તવાઇ છે. જેમાં રાજ્યની 100 હોટેલ-રેસ્ટોરેન્ટ પર GSTના દરોડા પડ્યા છે. તેમાં પાંચ કરોડથી વધુની કરચોરી પકડાઈ છે. અમદાવાદની 38 હોટેલમાં અગાઉ પડેલા દરોડાના પગલે વ્યાપ વધારાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વીજ ક્ષેત્ર નવી પહેલ, મોબાઈલની જેમ પ્રિ-પેઈડ મળશે

ડ્રાયફ્રૂટના વેપારી પર દરોડા પાડીને 25 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી

તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી સંભાવના છે. અમદાવાદની 38 હોટલો પર જીએસટીની ટીમે દરોડા પાડયા બાદ હવે હોટલ અને રેસ્ટોરંટ પર રાજ્યવ્યાપી દરોડા પાડયા છે. એકસો હોટલ- રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા પાંચ કરોડથી વધુની જીએસટી ચોરી કરાઈ હોવાનું ખુલ્યું છે. વર્લ્ડ કપ વખતે અમદાવાદની હોટલોમાં હજારો મુસાફરો રોકાયા હતા. હોટલના સંચાલકો દ્વારા લાખો રૂપિયા ભાડુ વસૂલાયું હતું. જ્યારે તેના સામે ભરવાના થતા ટેક્સ અને જીએસટીની ચોરી હતી. જેને પગલે જીએસટીના અધઇકારીઓ અમદાવાદની આવી 38 હોટલો પર દરોડા પાડીને 10 કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી હતી. ત્યાર બાદ ડ્રાયફ્રૂટના વેપારી પર દરોડા પાડીને 25 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતથી ઉપડતી વૈષ્ણોદેવી ધામની સ્પેશિયલ ટ્રેનમાં આ વસ્તુ માટે રેલવેતંત્રે પ્રતિબંધ મુક્યો 

બાતમીદારોને એક્ટિવ કરવા માટે આદેશ આપવામાં આવ્યા

જીએસટીની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે માત્ર અમદાવાદ જ નહિ પરંતુ રાજયભરની હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા મોટાપાયે જીએસટી ચોરી થઈ રહી છે. જેને પગલે અધિકારીઓએ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની 100થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડયા હતા. પ્રાથમિક તપાસમાંજ હોટલ સંચાલકો બિલ વગર વ્યવહારો કરીને પાંચ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘણા લાંબા સમયથી સ્ટેટ જીએસટીના અધિકારીઓની બાતમી મળતી નથી. જેને પગલે ગાંધીનગરથી અધિકારીઓને બાતમીદારોને એક્ટિવ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

Back to top button