ગુજરાત

રાજ્યમાં GST વિભાગના 100 વધુ પેઢી પર દરોડા, બોગસ ટ્રાન્ઝેક્શની નવી જ મોડસ ઓપરેન્ડી આવી સામે

Text To Speech

GST મામલે ક્યાંક ને ક્યાંક હજી પણ બોગસ બિલિંગ અને બોગસ પેઢીઓ સામે સરકાર તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે 4 હજાર કરોડથી પણ વધારેના GST કૌભાંડનો પર્દાફાસ થઈ રહ્યો છે. જેમાં સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાંથી 100થી વધુ બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાં સુરતમાંથી 61 અને અમદાવાદમાંથી 13થી વધુ બોગસ પેઢીઓ મળી છે.

કેવી રીતે ચાલી રહ્યું હતું બોગસ પેઢીનું કૌભાંડ ?

રાજ્યમાં 100 કરતાં પણ વધારે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા સુરતની 75 પેઢીમાંથી 61 પેઢીઓ બોગસ નીકળતાં 2770 કરોડનું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 84 કરોડની વેરાશાખ મેળવાઈ હતી. તો અમદાવાદમાં પણ 24 પેઢીમાંથી 13 બોગસ નિકળી હતી જેમાં 1350 કરોડનું ટર્નઓવર કરી રૂપિયા 53 કરોડની આઇટીસી મેળવવામાં આવી હતી. આ વખતે કૌભાંડીઓએ નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવીને કરોડો રૂપિયાની કરચોરી આચરી છે. આધાર કાર્ડ સેન્ટર પરથી જરૂરિયાતમંદ લોકોના આધારમાં મોબાઈલ નંબર બદલીને તેમના નામે જ બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી.

gst- hum dekhenge news

શું હતી મોડસ ઓપરેન્ડી ?

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે માત્ર આઠ જ મહિનામાં 1500 લોકોના આધારકાર્ડના મોબાઈલ નંબર બદલી દેવામાં આવ્યા હતા. જેના આધારે 470 જેટલા જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા. આ સમગ્ર તપાસ દરમિયાન કરોડોની કરચોરી મળી છે. પરંતુ પોલીસે હજુ સુધી કોઈ શખ્સની ધરપકડ કરી નથી. જેનાથી જીએસટી વિભાગના અધિકારીઓ જ કૌભાંડીઓને છાવરતા હોવાની શક્યતા છે.

આ પણ વાંચો : CGSTના ભ્રષ્ટ આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ કૌભાંડ આચરવા ડુપ્લીકેટ સીમકાર્ડ પણ કઢાવ્યા હોવાની આશંકા છે. તો પાન કાર્ડના આધારે KYC મેળવીને કેટલીક જાણીતી બેંકોમાં ખાતા પણ ખોલી દીધા હતા. જેમાં શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળા જેવા લોન ઈચ્છતા લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજ મેળવી તેના આધારે જ બોગસ કંપનીઓ ઉભી કરી દેતા હતા. આ બોગસ કંપનીઓ થકી બિલ બનાવી કરોડોની કરચોરી કરવામાં આવતી હતી.

Back to top button