કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ
બોગસ બિલીંગ કૌભાંડ પર્દાફાશ, GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું
છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતમાં બોગસ બિલીંગ કૌભાંડનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. GST વિભાગે રાજકોટમાંથી 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે.
રાજકોટમાં બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું
રાજ્યમાંથી વધુ એક વખત બોગસ બિલીંગ કૌભાંડ પર્દાફાશ કરવામા આવ્યો છે. GST વિભાગે રાજકોટ ડિવીઝનમાંથી 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે.જેમાં 10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની વિગતો સામે આવી છે. આ સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે. તેમજ તપાસમાં 50 જેટલી બોગસ પેઢીઓ પણ મળી આવી છે. જીએસટીની ટીમ આ બોગસ કૌભાંડની તપાસ કરી રહી છે. તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંતો : જમ્મુ અને કાશ્મીર: રાજૌરીમાં કાર અકસ્માતમાં ચારનાં મોત, પાંચ ઘાયલ