નવી દિલ્હી, 1 જૂન : ચાલુ વર્ષે મે મહિનામાં GST કલેક્શનમાં 10%નો વધારો થયો છે. જે રૂ.1.73 લાખ કરોડ થયું છે. જે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત વધારા (15.3%) અને આયાતમાં ઘટાડો (4.3%) દ્વારા પ્રેરિત છે. રિફંડનો હિસાબ કર્યા પછી મે 2024 માટે ચોખ્ખી જીએસટી આવક રૂ.1.44 લાખ કરોડ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 6.9% ની વૃદ્ધિ દર્શાવે છે.
મે 2024 સંગ્રહોનું વિભાજન:
- સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) : રૂ.32,409 કરોડ
- સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એસજીએસટી) : રૂ.40,265 કરોડ
- ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (આઇજીએસટી) : રૂ.87,781 કરોડ જેમાં આયાતી ચીજવસ્તુઓ પર ₹39,879 કરોડ એકત્રકરવામાં આવ્યા હતા.
- સેસ: રૂ.12,284 કરોડ, જેમાં આયાતી ચીજવસ્તુઓ પર રૂ.1,076 કરોડ એકત્ર થયા હતા.
નાણાકીય વર્ષ 2024-25માં મે 2024 સુધી ગ્રોસ જીએસટી કલેક્શન રૂ.3.83 લાખ કરોડ રહ્યું હતું. આ વાર્ષિક ધોરણે 11.3 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે, જે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત વૃદ્ધિ (14.2 ટકા) અને આયાતમાં નજીવો વધારો (1.4 ટકા વધારો) દ્વારા પ્રેરિત છે. રિફંડનો હિસાબ કર્યા પછી, નાણાકીય વર્ષ 2024-25 માં મે 2024 સુધીમાં ચોખ્ખી જીએસટી આવક ₹3.36 લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.6%ની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2024-25માં મે, 2024 સુધી કલેક્શનનું વિભાજન નીચે મુજબ છે.
- સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) : રૂ.76,255 કરોડ
- સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એસજીએસટી) : રૂ.93,804 કરોડ
- ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (આઇજીએસટી) : રૂ.૧,૮૭,૪૦૪ કરોડ, જેમાં આયાતી ચીજવસ્તુઓ પર એકઠા થયેલા રૂ.૭૭,૭૦૬ કરોડનો સમાવેશ થાય છે.
- સેસ: રૂ.25,544 કરોડ, જેમાં આયાતી ચીજવસ્તુઓ પર રૂ.2,084 કરોડ એકત્ર થયા હતા.