ટ્રેન્ડિંગબિઝનેસ

GST કલેક્શન સતત નવમાં મહિને 1.45 લાખ કરોડને પાર

Text To Speech

GST કલેક્શનને લઇને એકવાર ફરી સારા સમાચાર આવ્યા છે. વિતેલા નવેમ્બર મહિનાના GST કલેક્શને તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ વખતે નવેમ્બર મહિનામાં ગ્રોસ GST કલેક્શન 1,45,867 કરોડ રૂ. સુધી પહોંચી ગયુ છે. દર વર્ષે GST કલેક્શનમાં 11 ટકાનો વધારો થાય છે. સતત નવમો મહિનો છે જ્યારે માસિક GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂ.થી વધી ગયુ હતુ.

નવેમ્બર મહિનામાં ગ્રોસ GST કલેક્શન 1,45,867 કરોડ રૂપિયા હતુ, જેમાં CGST 25,681 કરોડ, SGST રૂ.32,651 કરોડ અને IGST રૂ.77,103 કરોડ થયું છે. તેમાં આયાત પર લગાવામાં આવતા ટેક્સના રૂ.20,948 કરોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સેસના રૂ.7,727 કરોડ પણ સામેલ છે.

GST કલેક્શન સતત નવમાં મહિને 1.45 લાખ કરોડને પાર hum dekhenge news

ઓક્ટોબરની સરખામણીમાં આવક ઘટી

ઓક્ટોબર 2022માં GST કલેક્શન નવેમ્બરની સરખામણીએ વધુ હતુ. ઓક્ટોબર 2022માં GST રેવન્યુનો બીજુ સૌથી મોટુ માસિક કલેક્શન હતુ. ઓક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 151,718 કરોડ રૂપિયા પહોંચ્યુ હતુ. સતત નવ મહિનાથી માસિક જીએસટીની આવક 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે.

Back to top button