ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સપ્ટેમ્બરમાં GST કલેક્શન 1.62 લાખ કરોડે પહોંચ્યું

Text To Speech
  • GST કલેક્શનમાં વધારો રહયો યથાવત
  • સપ્ટેમ્બરમાં આંકડો 1.62 લાખ કરોડ પર પહોંચ્યો
  • ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ વાર્ષિક ધોરણે 10.2 ટકા વધારે

દેશમાં GSTથી થનારા કલેકશનમાં વાર્ષિક આધારે મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. જેમાં સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો, ભારતમાં GST કલેક્શનનો આંકડો રૂપિયા 1.62 લાખ કરોડ પર પહોંચી ગયો છે. જે  એક વર્ષ પહેલાની તુલનામાં 10.2 ટકા વધુ છે.  જેને લઈને મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ રવિવારે(1 ઓક્ટોબરે) GST કલેક્શન વિશેની માહિતી આપતાં આ જાણકારી આપી હતી.

 

સપ્ટેમ્બરમાં થયેલ GST કલેક્શનની માહિતી

નાણા મંત્રાલય મુજબ, સપ્ટેમ્બર મહિનામાં સરકારને GSTની કુલ આવક રૂ.1,62,712 કરોડ થઇ છે. જેમાં સરકારે સેન્ટ્રલ જીએસટીમાંથી રૂ. 29,818 કરોડ એકત્ર કર્યા છે. સરકારે રાજ્ય જીએસટીમાંથી રૂ. 37,657 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટીમાંથી રૂ. 83,623 કરોડની કમાણી કરી છે. ઇન્ટિગ્રેટેડ GSTમાં આયાત ડ્યૂટીમાંથી મળેલા 41,145 કરોડ રૂપિયા અને 11,613 કરોડ સેસનો સમાવેશ થાય છે.

 

સપ્ટેમ્બર મહિનામાં ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન પર એકત્ર થયેલા GST કલેક્શનમાં 14 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, ઇન્ટિગ્રેટેડ GSTમાંથી, સરકારે સેન્ટ્રલ GST માટે રૂપિયા 33,736 કરોડ અને રાજ્ય GST માટે રૂપિયા 27,578 કરોડનું સેટલમેન્ટ કર્યું છે. આ રીતે, સેટલમેન્ટ પછી, કેન્દ્રીય જીએસટી કલેક્શન રૂ. 63,555 કરોડ અને રાજ્યનું જીએસટી કલેક્શન રૂ. 65,235 કરોડ થયું છે.

 

ચાલુ નાણાકીય વર્ષમાં ચોથી વખત 1.60 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો

સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર, સરકારે ગત વર્ષે  સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન મારફતે 1.47 લાખ કરોડ રૂપિયાની આવક કરી હતી.  જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં 14 ટકાથી વધુની વૃદ્ધિ થઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. 2023-24ના બજેટ મુજબ, કેન્દ્ર સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં તેના GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો:PM મોદીએ 75 હાર્ડ ચેલેન્જથી પ્રખ્યાત અંકિત બયાનપુરિયા સાથે મળીને કર્યું શ્રમદાન

Back to top button