તહેવારોની સીઝનમાં ઓકટોબરમાં વધ્યું 9% GST ક્લેકશન, 1.87 લાખ કરોડ રૂપિયાથી વધારે આવક
HD ન્યૂઝ ડેસ્ક. 1 નવેમ્બર : તહેવારોની સીઝનને કારણે ઓક્ટોબર 2024માં GST કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ઓક્ટોબરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ. 1,87,346 કરોડ હતું, જે ગયા નાણાકીય વર્ષના ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડ કરતાં 8.9 ટકા વધુ છે. સપ્ટેમ્બર 2024માં GST કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા હતું. GST રિફંડ જારી કર્યા પછી, ઓક્ટોબર મહિનામાં કુલ કલેક્શન 8 ટકાના ઉછાળા સાથે રૂ. 1,68,041 કરોડ થયું છે.
ઑક્ટોબર મહિના માટે ગૂડ્ઝ અને સર્વિસિસના કુલ અને ચોખ્ખા સંગ્રહનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે. આ મહિનામાં GSTની કુલ આવક 1.87,346 કરોડ રૂપિયા રહી છે. જેમાં CGSTની આવક રૂ. 33,821 કરોડ, SGACની આવક રૂ. 41,864 કરોડ, IGST રૂ. 54,878 કરોડ અને સેસ રૂ. 11,688 કરોડ છે. કુલ સ્થાનિક આવકમાં 10.6 ટકાનો ઉછાળો આવ્યો છે. આયાતના મોરચે, IGSTમાંથી રૂ. 44,233 કરોડ અને સેસમાંથી રૂ. 862 કરોડની આવક થઈ છે.
કુલ જીએસટી કલેક્શન રૂ. 1,87,346 કરોડ થયું છે, જેમાંથી રૂ. 19,306 કરોડ જીએસટી રિફંડ જારી કરવામાં આવ્યા છે. ગયા નાણાકીય વર્ષના ઓક્ટોબર મહિનામાં રૂ. 16,335 કરોડનું રિફંડ જારી કરવામાં આવ્યું હતું. એટલે કે ઓક્ટોબર મહિનામાં રિફંડ આપવામાં 18.2 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર સુધીમાં GST કલેક્શન રૂ. 12,74,442 કરોડ થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના રૂ. 11,64,511 કરોડ કરતાં 9.4 ટકા વધુ છે.
જો આપણે રાજ્યવાર GST આવક પર નજર કરીએ તો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ GST કલેક્શન જોવા મળ્યું છે. 14 ટકાના ઉછાળા સાથે રૂ. 31,030 કરોડની આવક થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 27,309 કરોડ હતી. ઉત્તર પ્રદેશમાં રૂ. 9602 કરોડ, કર્ણાટકમાં રૂ. 13,081 કરોડ, ગુજરાતમાં રૂ. 11,407 કરોડ અને હરિયાણામાં રૂ. 10045 કરોડની રિકવરી જોવા મળી છે. આ તમામ રાજ્યોમાં આ ઓક્ટોબરમાં કલેક્શન વધ્યું છે. જોકે, હિમાચલ પ્રદેશમાં 2 ટકા, મણિપુરમાં 5 ટકા અને છત્તીસગઢમાં 1 ટકા કલેક્શન ઘટ્યું છે.
આ પણ વાંચો : દિવાળીના તહેવાર પર 800 કિલો ગૌમાંસની દાણચોરીનો પર્દાફાશ, આરોપી પોલીસની કસ્ટડીમાં