ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

GST ક્લેકશન ચાલુ નાણાકીય વર્ષમાં બીજી વાર રૂપિયા 1.70 લાખ કરોડને પાર

Text To Speech

નવી દિલ્હી: ઑક્ટોબર  માસમાં GST કલેક્શન 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. નાણા મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઑક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન થયું છે. આ બીજી વખત છે જ્યારે કલેક્શન આ સ્તરે પહોંચ્યું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ઑક્ટોબર મહિનામાં GST કલેક્શનમાં ગયા વર્ષની સરખામણીમાં 13% નો વધારો થયો છે અને આ વર્ષે રેકોર્ડ વૃદ્ધિ નોંધાઈ છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ઑક્ટોબર 2023ની GST આવક એપ્રિલ 2023 પછીનો બીજો સૌથી વધુ આંકડો છે. એપ્રિલ 2023માં GST કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું. નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ માસિક GST કલેક્શન રૂ. 1.66 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 11 ટકા વધુ છે.

જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા મહિનામાં GST દ્વારા કુલ 1,72,003 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. જેમાંથી રૂ. 30,062 કરોડ CGST તરીકે, રૂ. 38,171 કરોડ SGST તરીકે અને રૂ. 91,315 કરોડ આઇજીએસટી તરીકે જમા કરાયા છે. માલની આયાત પર રૂ. 42,127 કરોડ IGSTમાં એકત્ર કરવામાં આવ્યા છે. આ સાથે 12,456 કરોડ રૂપિયા સેસ તરીકે એકત્ર થયા છે. સ્થાનિક વ્યવહારો જેમાં આયાતનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં, આવક ગયા વર્ષની સરખામણીમાં 13 ટકા વધી છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો

નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતા વધારે હતું. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ હતું. તેની સામે, નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. તદનુસાર, 2022-23માં પ્રત્યક્ષ કર કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ હતું.

આ પણ વાંચો: GST કલેક્શનમાં તૂટ્યો રેકોર્ડ, આ વર્ષે એપ્રિલમાં રૂ.1.87 લાખ કરોડની આવક નોંધાઈ

Back to top button