ટોપ ન્યૂઝબિઝનેસ

GST Collection: ઓગસ્ટમાં 1,43,612 કરોડ રૂપિયાનું GST કલેક્શન, સતત છ મહિનાની માસિક GST આવક રૂ. 1.4 લાખ કરોડથી વધુ

Text To Speech

ઓગસ્ટ 2022માં 1,43,612 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. આ કલેક્શન ગયા વર્ષના ઓગસ્ટ મહિનાની સરખામણીમાં 28 ટકા વધુ છે. સતત છઠ્ઠા મહિનામાં જીએસટી કલેક્શન 1.4 લાખ કરોડથી વધુ રહ્યું. નાણા મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આર્થિક સુધારાની સાથે GST રિપોર્ટિંગને કારણે GST આવકમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.

gst
gst

ઓગસ્ટ 2022માં કુલ GST આવક 1,43,612 કરોડ રૂપિયા હતી, જેમાં કેન્દ્રીય GST (CGST) રૂપિયા 24,710 કરોડ, રાજ્ય GST (SGST) રૂપિયા 30,951 કરોડ છે. ઇન્ટિગ્રેટેડ જીએસટીના રૂપમાં 77,782 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે જેમાંથી 42,067 કરોડ રૂપિયા માલની આયાત પર ટેક્સ તરીકે એકત્ર કરવામાં આવ્યા છે. તો ઓગસ્ટ મહિનામાં સેસ તરીકે 10,168 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

gst-calculator-2
gst

ગત વર્ષ ઓગસ્ટની તુલનામાં જીએસટી કલેક્શનમાં 28 ટકાનો વધારો

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં GST રેવન્યુ તરીકે રૂ. 1,12,020 કરોડનું કલેક્શન થયું હતું. આ વખતે ઓગસ્ટ મહિનામાં તેમાં 28%નો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : D Company: ‘દાઉદનું ઠેકાણું જણાવો અને મેળવો 25 લાખનું રોકડ ઈનામ’, NIAની મોટી જાહેરાત

Back to top button