ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

GST વાર્ષિક રિટર્ન 30 જૂન સુધી ભરી શકાશે, લેટ ફીમાં પણ ઘટાડો

Text To Speech
  • રિટર્ન ફાઇલની તારીખ લંબાવાઈ
  • 30 જૂન સુધીમાં વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શકશે
  • વેપારીઓ 500 રૂપિયા સુધીની પેનલ્ટી ભરીને રાહતનો લાભ મેળવી શકે
  • વેપારીઓ અને સીએ દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી
  • નવી જાહેરાતથી વેપારીઓમાં હાશકારો

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ તરફથી વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. જે વેપારીઓ તેમનું વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા તેઓની મહત્તમ પેનલ્ટીની રકમ 20 હજાર કરવામાં આવી છે. જોકે, વેપારીઓને 30 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ કરવું પડશે તો જ તેઓ આ છૂટનો લાભ લેવાપાત્ર થશે.

વિભાગે શું કરી છે નવી જાહેરાત ?

જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ કેટલાક વેપારીઓ કોરોનાકાળમાં વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા. જેને પગલે તેમને મોટી પેનલ્ટી ચૂકવવી પડે તેવી સંભાવના સર્જાઇ હતી. જીએસટીના કાયદા પ્રમાણે જીએસટી વાર્ષિક રિટર્ન લેટ રિટર્ન ફાઇલ કરનારાઓને પ્રતિદિન 200 રૂપિયા પ્રમાણે પેનલ્ટીની જોગવાઇ કરવામાં આવી હતી. જેથી આ રમક ખુબ મોટી થઇ જતી હતી. જેને પગલે વેપારીઓ પરેશાન હતા. જેમાં રાહત આપવામાં આવી છે. જે વેપારીઓએ નાણાકીય વર્ષ 2017-19થી 2022-23 સુધી રિટર્ન ફાઇલ નથી કર્યા તેઓ પણ આ રાહતનો લાભ લઇ શકે છે. આ સ્કીમમા મહત્તમ પેનલ્ટીની રકમ 20 હજાર કરવામાં આવી છે. તે સિવાય કમ્પોઝિશન સ્કીમમાં સામેલ વેપારીઓ 500 રૂપિયા સુધીની પેનલ્ટી ભરીને રાહતનો લાભ મેળવી શકે છે.

શું કહે છે ટેક્સ કન્સલ્ટન્ટ ?

આ નવી જાહેરાત અંગે ટેક્સ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે નોટિફિકેશન નંબર 7/2023 મુજબ જે વેપારીઓ વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શક્યા નહોતા તેમના માટે મહત્તમ પેનલ્ટીની 20 હજાર કરવામાં આવી છે. અને કમ્પોઝિશન સ્કીમમાં લેટ રિટર્ન ફાઇલ કરનારા વેપારીઓ 500 રૂપિયા ભરીને લેટ ફીમાં રાહત લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ઘણા બધા વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શક્યા નહતા જેથી તેમના પર ખુબ મોટી પેનલ્ટીની જવાબદારી ઉભી થઇ હતી જે અંગે વેપારીઓ અને સીએ દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી.
Back to top button