ગુજરાત

GSHSEB : ગુજરાત બોર્ડે ધોરણ 12 સાયન્સની આન્સર કી જાહેર કરી

Text To Speech

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની આન્સર કી 2023 જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, GSHSEB એ સત્તાવાર વેબસાઇટ- gsebeservice.com પર 12 સાયન્સની આન્સર કી જાહેર કરી છે. વિદ્યાર્થીઓ 15 એપ્રિલ સુધી પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ વાંધો હોય તો ઉઠાવી શકે છે. જેમ જેમ આન્સર કી જાહેર કરવામાં આવી છે તેમ, વિદ્યાર્થીઓ પણ ગુજરાત બોર્ડના ધોરણ 12નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા રાખી શકે છે. ગુજરાત બોર્ડની આન્સર કી PDF ચકાસી અને તેમા કઈ વાંધો હોય તો વિદ્યાર્થી સત્તાવાર મેઇલ એડ્રેસ પર મેઇલ કરી શકશે.

આ પણ વાંચો : Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0
GSHSEB - HumdekhengenewsGSEB એ ગણિત (050), રસાયણશાસ્ત્ર (052), ભૌતિક વિજ્ઞાન (054), જીવન વિજ્ઞાન (056) વિષયો માટે આન્સર કી જાહેર કરી છે અને ઉમેદવારોને ઑફલાઇન અને ઓનલાઈન આન્સર કી ને લાગતી કોઈપણ સમસ્યાને રજૂ કરી શકશે. તંત્ર દ્વારા આપવામાં આવેલ સત્તાવાર સૂચના મુજબ, ઉમેદવારોએ ઓનલાઈન વાંધો ઉઠાવવા માટે [email protected] પર ઈમેલ મોકલવો પડશે.

Back to top button