અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો તેમના વિશે અગત્યની માહિતી
અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ADG (APS) તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડ્યો હતો. ત્યાર બાદ તેઓ આજે અમદાવાદ પહોંચ્યા હતા અને પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
જી.એસ.મલિકે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો
આજે સાંજે 4 કલાકે અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીએ જીએસ મલિકે પહોંચીને વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. અને તેઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદના નવા પોલીસ કમિશનર જી એસ મલીકે ચાર્જ સંભાળ્યો#ahmedabad #PoliceCommissioner #gsmalik #ahmedabadpolicecommissioner #viralvideo #viralreels #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/RPErTYoa3C
— Hum Dekhenge News (@humdekhengenews) July 31, 2023
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 7ને ગંભીર ઈજા
જાણો જ્ઞાનેન્દ્રસિંહ મલિક વિશે અગત્યની માહિતી
જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક ક્લીન અને મેચ્યોર છબી ધરાવતા પોલીસ કમિશનર છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના 15 અધિકારી છે. તેઓ હરિયાણા રાજ્યના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં બી ટેક, કર્યું છે. અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી સુધીનો અભ્યાસ કરેલ છે.
જીએસ મલિક,IPSની કારકીર્દી દરમ્યાનની મહત્વપૂર્ણ કામગીરીની વિગત
IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિક 4, જાન્યુઆરી 1994 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. IPS તરીકે ગુજરાત કેડરમાં જોડાઇ તાલીમ બાદ તેઓ એએમપી ભુજ તરીકે નિમણુંક પામ્યા હતા. તેમણે છ જિલ્લાઓ (ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ)માં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવેલ છે, અને 4 રેન્જના વડા (બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જ) તરીકે સેવાઓ આપી છે. તેઓ ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે તથા અમદાવાદ અને વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત સીઆઈડી (ઈમ), સીઆઈડી (ઈન્ટેલિજન્સ), ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, પ્રોહીબીશન અને આબકારી વિભાગ જેવા એકમોમાં તથા ગૃહ વિભાગ, ગાંધીનગર ખાતે ગૃહ સચિવ તરીકે પણ ફરજ બજાવેલ છે.
જીએસ મલિકને દિલ્હી ડેપ્યુટેશનથી બદલી કરીને અમદાવાદ પોલીસ કમિશનર બનાવાયા
તેઓ થોડા સમય પહેલાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હતા.. તેઓ લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા. IPS અધિકારી જીએસ મલિક CISF અગાઉ BSF માં IG તરીકે પોસ્ટીંગ ધરાવતા હતા. તેઓ ડેપ્યુટેશન પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારથી લીવ રિઝર્વમાં હતા અને એમના નામની ચર્ચા હતી. તાજેતરમાં રાજ્ય સરકારે અમદાવાદ કમિશ્નર તરીકે તેમની નિમણૂંક કરી હતી. જ્ઞાનેન્દ્રસિંહ મલિકને દિલ્હી ડેપ્યુટેશનથી બદલી કરીને અમદાવાદ પોલીસ કમિશનર બનાવામાં આવ્યા છે, અગાઉ સિટી ક્રાઈમના JCP પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ હતો. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યો હતો, જેમની અમદાવાદ રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે. જેથી અમદાવાદ શહેરને હવે ત્રણ મહિના બાદ કાયમી પોલીસ કમિશનર મળ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં 6 લોકોને ઉડાવી નાખનાર આરોપી સાજન પટેલનું પોલીસે કાઢ્યું સરઘસ