વધી રહી છે વોડાફોન – આઇડિયાની મુશ્કેલીઓ કંપની વેચી શકે છે પોતાના જ શેર
વોડાફોન – આઇડિયા પર 7000 કરોડનું દેવું બાકી છે. માટે જ દેવામાં ડૂબેલ ટેલીકોમ કંપની વોડાફોન – આઇડિયાની મુશ્કેલી વધતી જતી દેખાઈ રહી છે. જેને ચુકવવા તેણે પોતાના જ PLCના શેર વેચવા પડે એમ છે. કારણ કે કંપની પાસે રિકવરી માટે કોઈ ગેરંટી નથી. હાલમાં કંપનીએ પોતાના PLC શેર INDUS Towers પાસે ગિરવી મુકેલ છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં ફરી ભયનો માહોલ નેતાઓ, અધિકારીઓ અને પ્રવાસીઓ બની શકે છે નિશાન
ઇન્ડસ ટાવર લિમિટેડમાં વોડાફોન ગ્રુપ PLCના 75.78 કરોડ શેર હતા. આ 28.1% શેરહોલ્ડિંગ જેટલું હતું. વોડાફોન-આઈડિયા દર ત્રણ મહિનામાં તેના ગ્રાહકોને ગુમાવી રહી છે. ટેલિકોમ કંપની તેના ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ સેવા આપવામાં સતત નિષ્ફળ રહી છે. ઇન્ડસ ટાવર, જે મોબાઇલ ટાવરનું સંચાલન કરે છે, તેણે વોડાફોન-આઇડિયાને ચેતવણી આપી છે કે વોડાફોન આઇડિયાએ ઇન્ડસ ટાવરના બાકી લેણાંની તાત્કાલિક ચુકવણી કરવી પડશે.
આ બાબતમાં સકળાયેલા લોકોએ માહિતી આપી હતી કે સોમવારે જ ઇન્ડસ ટાવરની બોર્ડ મીટિંગ યોજાઈ હતી અને તેમાં જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઇન્ડસ ટાવરને વોડાફોન પાસેથી તેની બાકીની રકમ વસૂલવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. અગાઉ ફેબ્રુઆરીમાં, ટેલિકોમ કારોબારની મોટી કંપની વોડાફોને બ્લોક ડીલમાં ઇન્ડસ ટાવર્સમાં 2.4 ભાગ વેચવાનો નિર્ણય કર્યો હતો. ઇન્ડર્સ ટાવર દેશની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની છે.
4 હજાર કરોડના શેર વેચાયા હતા
જો તમે વોડાફોન આઈડિયાના ગ્રાહક છો અને તેના સિમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે છે. વોડાફોન આઈડિયાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડતી ઈન્ડસ ટાવર્સે કહ્યું છે કે જો તે રૂ. 7,000 કરોડના દેવાની ચુકવણી નહીં કરે તો નવેમ્બર મહિનામાં તેના ટાવર સુધી પહોંચવાનું બંધ કરી દેશે. આ બાબતે અસીમ મનચંદા કહે છે કે 15 જુલાઈ પછી બાકી રકમ ભરવાનો હપ્તો બંધ થઈ ગયો છે. તે પહેલા વોડાફોન આઈડિયાએ વોડાફોન પીએલસીના રૂ. 4,000 કરોડના શેર વેચીને બાકી ચૂકવણી કરી હતી.