ઠંડીની સીઝનમાં ઘરે ઉગાડો આ પ્લાન્ટ્સઃ હેલ્થ માટે બેસ્ટ
- ઠંડીમાં થતી હેલ્થની સમસ્યાઓને દૂર કરવા માટે લોકો જાત જાતના ઘરેલુ ઉપાય અજમાવે છે. આયુર્વેદિક પ્લાન્ટ્સ આપણી હેલ્થને અનેક ફાયદા કરે છે.
ઠંડીની સીઝન આવતા જ વ્યક્તિ બીમાર પડવા લાગે છે. ઠંડીમાં થતી આરોગ્યલક્ષી સમસ્યાઓને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય કરવામાં આવે છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે ઠંડીમાં થતી બીમારીઓથી બચવા માટે કેટલાય હર્બ્સ અને પ્લાન્ટ્સ ખૂબ ઉપયોગી છે. તેનાથી લાભ થાય છે. આજે તમને એવા આયુર્વેદિક પ્લાન્ટ્સ વિશે જણાવીશું જે તમે ઘરે પણ ઉગાડી શકો છો. ઠંડીમાં તેના ઉપયોગથી અનેક બીમારીઓથી દૂર રહી શકાય છે. જાણો એવા પ્લાન્ટ્સ વિશે…
ઠંડીમાં આરોગ્યનું રક્ષણ કરતા પ્લાન્ટ્સ
એલોવેરા
એલોવેરા આરોગ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. ઠંડીમાં સ્કીન પ્રોબલેમ થાય તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છે. તાવ આવે તો એલોવેરા જ્યુસનું સેવન પણ કરવામાં આવે છે. તમે આ પ્લાન્ટ્સને ઘરે ઉગાડી શકો છો.
લીમડાના પાન
લીમડાનાં પાનમાં એન્ટી ડાયાબિટીક અને એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા છે. તે આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લીમડાના પાનનો ઉપયોગ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પણ થાય છે. તેમાં આયરન, વિટામીન-એ સહિત અનેક પોષકતત્વો હોય છે. તે અનેક સમસ્યાઓથી બચાવે છે. તમે લીમડાનો છોડ ઘરે પણ ઉગાડી શકો છો.
કોથમીર
કોથમીર આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં આયુર્વેદિક ગુણોનો ભંડાર છે, તેને કુંડામાં પણ ઉગાડી શકાય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે. તે પાચન માટે બેસ્ટ છે. તે શરદી-તાવ અને વાયરલ ઈન્ફેક્શનમાં પણ રાહત આપે છે.
લેમનગ્રાસ
ઠંડીમાં તાવ કે ગળામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. તેનાથી રાહત મેળવવા માટે લેમનગ્રાસનું સેવન કરો. તમે તેને ઘરમાં પણ ઉગાડી શકો છો. તેની ચા પણ આરોગ્ય માટે સારી રહેશે.
તુલસી
તુલસી અનેક ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તેનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ખુબ મહત્ત્વ છે. તે લગભગ દરેકના ઘરમાં હોય છે. શરીરને વાયરલ ડિસીઝથી બચાવવા માટે તુલસીનું સેવન કરો. તુલસીની ચા બનાવીને પણ પી શકાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે રોગચાળો વધ્યો, હોસ્પિટમાં કેસનો આંકડો જાણી રહેશો દંગ